Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

|

Oct 18, 2023 | 7:44 PM

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના દુદાણા ગામના માછીમારનું મોત થયુ છે. વોટ્સએપ દ્વારા આ જાણકારી મળતા પરિવારજનો પર આભ ફાટ્યા જેવી સ્થિત સર્જાઈ છે. મૃતકના પરિવારમાં પાંચ દીકરી અને એક પુત્ર અને એક પત્ની છે. હાલ પરિવારજનોએ તેમનો મૃતદેહ માદરે વતન લાવવાની માગ કરી છે. પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારને રાત્રે શ્વાસની તકલિફ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ કોડિનારના માછીમારનું મોત, મૃતદેહ વતન લાવવા કરાઈ માગ

Follow us on

Gir Somnath: પાકિસ્તાનની જેલમાં કેદ વધુ એક ભારતીય માછીમારનું મોત. કોડીનારના દુદાણા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાની વોટ્સએપના માધ્યમથી માહિતી મળી. પાંચ દીકરી અને એક પુત્રના પિતાનું મોત થતાં પરિજનો પર આભ ફાટ્યું. પરિવારજનોએ મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી છે.

પાકિસ્તાન જેલમાં અનેક ભારતીય માછીમારો મોતની સજા ભોગવી રહ્યા છે. જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70 ટકા માછીમારો છે. પાકિસ્તાન જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું મોત થયું છે. જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે.

9 ઓક્ટોબરે થયુ હતુ માછીમારનું મોત

પાકિસ્તાન જેલમાં કોડીનાર તાલુકાના વિઠલપુર ગામના માછીમાર હરિભાઈ મૃતક ભૂપતભાઈ જીવાભાઈ વાળા સાથે કરાચીની જેલમાં હતા. જેમણે જેલમાંથી એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી પાકિસ્તાનથી કોઈ પાસે ભૂપતભાઈના પરિજનોના મોબાઈલમાં વો્ટસઅપ કરાવી. જેમાં લખ્યું છે કે તમારી ચિઠ્ઠી ભૂપતભાઈને 6 તારીખના રોજ મળી હતી અને એ વાચી હતી. પરંતુ 8 તારીખે રાત્રે તેને શ્વાસની તકલીફ થતાં અમે અહિંથી મોટી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં 9 તારીખે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યુ કે “અમે તેમનો સામાન અહીથી છૂટશું તે દિવસે સાથે લેતા આવીશું”

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો: Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video

પાકિસ્તાનની જેલમાં પૂરતો ખોરાક તથા દવા ન મળવાને કારણે માછીમારોની સ્થિતિ ખરાબ

જોકે પાકિસ્તાન જેલમાં હજુ પણ અનેક ભારતીય માછીમારો છે અને ત્યાં પૂરતો ખોરાક અને દવા ન મળવાના કારણે માછીમારો બિમાર પડતા હોવાનું મુક્ત થઈ આવતા માછીમારોએ અનેક વખત કહ્યું છે. ત્યારે હજુ બે મહિના પહેલાજ કોડીનાર નાનાવડા ગામના માછીમારનું મોત થતાં મૃતદેહ વતન લવાયો હતો અને તેમના પહેલા કોટડા ગામના માછીમારનો મૃતદેહ પણ લવાયો હતો.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article