Gir Somnath: ગોલોકધામ ખાતે ચૈત્રી એકમે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત ઉજવણી કરાઇ

|

Apr 02, 2022 | 8:01 PM

ભાલકા તિર્થ જ્યાં કૃષ્ણ ભગવાને પોતાની તમામ લીલા સમેટી અંતિમ શ્વાસ લીધો હતો. ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું.

Gir Somnath: ગોલોકધામ ખાતે ચૈત્રી એકમે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત ઉજવણી કરાઇ
Gir Somnath: Chaitri month at Golokdham celebrated Shrikrishna Nijdham Gaman Day

Follow us on

Gir Somnath: શું તમને ખબર છે ? કે ભગવાન કૃષ્ણ (Lord Krishna)આજના દિવસે 3102 વર્ષ પૂર્વે પૃથ્વી પરથી સ્વધામ વૈકુંઠ ગયા હતા. સોમનાથ ધામ ખાતેથી કાલ ગણના અનુસાર ચૈત્રી એકમના (Chaitra month) રોજ શ્રીકૃષ્ણ પૃથ્વી પરની પોતાની માનવ લીલાને વિરામ આપી અને સ્વધામ ગયા હતા. પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ ગોલોકધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવવામાં આવે છે.

શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગોલોકધામ તીર્થમાં ચૈત્રી એકમ દિવસે શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસ તરીકે ઉજવાય છે. શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રીકૃષ્ણ 3102 વર્ષ પૂર્વે બપોરે 2 વાગ્યે અને 27 મિનિટે અને 30 સેકન્ડએ ગોલોકધામ તીર્થમાંથી નિજધામ એટલે કે વૈકુંઠ ગયા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણની પૃથ્વી પરની અંતિમ ઉપસ્થિતિ ક્ષણને ઉજવવા માટે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવે છે. ઉપરાંત શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકા પર પુષ્પવર્ષા અને પૂજન કરવામાં આવે છે. 2 વાગ્યે અને 27 મિનિટે 30 સેકંડે શંખનાદ અને શ્લોક ઉચ્ચાર સાથે મધુર બાંસુરી વાદન કરીને શ્રીકૃષ્ણને ભાવપૂર્ણ પૂજન કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પંડિતો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા પાઠ કરીને શ્રીકૃષ્ણને ભાવાંજલિ આપવામાં આવે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ભાલકા તિર્થ જ્યાં કૃષ્ણ ભગવાને પોતાની તમામ લીલા સમેટી અંતિમ શ્વાસ લીધો હતો. ભાલકા એટલે ભાલુ અને શ્રીકૃષ્ણને જે સ્થળે ભાલુ વાગ્યું આથી ભગવાન શ્રીકૃષ્ણએ સ્વધામ ગમન કર્યું. તે સ્થળ એટલે ભાલકા તીર્થ. ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પોતાની તમામ લીલા સમેટી પગ માથે પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનનાં પગમાં ચમકતા ચન્દ્રને હરણની આંખ સમજી તિર છોડતા ભગવાન શ્રીકૃષ્ણનાં પગ વીંધીને તિર તેને કપાળમાં ભોંકાયું હતું.

કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા.ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે, સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો :

ગુજરાતમાં કોરોનાના નવા 11 કેસ, 16 દર્દીઓ સાજા થયા

Mehsana : બહુચરાજી મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ભક્તોની ભીડ

Next Article