ગીરસોમનાથ: સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠક મળી, ‘ટ્રસ્ટના અધ્યક્ષપદે પીએમ મોદીની 5 વર્ષ માટે કરાઈ વરણી

ગીરસોમનાથ: સોમનાથ ટ્રસ્ટ પીએમ મોદીના આહ્વાનને અનુસરી મેરી મિટ્ટી મેરા દેશ અભિયાનમાં સહભાગી થયા હતા. જેમા સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરતો વીડિયો પણ તૈયાર કરાયો છે. આ વીડિયોનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ .

ગીરસોમનાથ: સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠક મળી, ટ્રસ્ટના અધ્યક્ષપદે પીએમ મોદીની 5 વર્ષ માટે કરાઈ વરણી
| Edited By: | Updated on: Oct 30, 2023 | 11:50 PM

ગીરસોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટી મંડળની 122મી બેઠક ગાંધીનગરમાં રાજભવન ખાતે મળી હતી. જેમા પીએમ મોદી દ્વારા સોમનાથ ટ્રસ્ટે તૈયાર પીએમ મોદીના આહ્વાન પર મેરી મિટ્ટી મેરા દેશનો વીડિયો લોકો સમક્ષ મુકવામાં આવ્યો. આ વીડિયોમાં સોમનાથ મંદિરના ઈતિહાસ, વીર રસ અને મંદિરની ધરોહરને ઉજાગર કરવામાં આવી છે.

ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભકતોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ સોમનાથ ટ્રસ્ટનાઅધ્યક્ષ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યો. આ ડેશબોર્ડના શુભારંભથી તમામ ટ્રસ્ટીઓ ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગેની રોજે રોજની માહિતી ડેશબોર્ડ મારફત મેળવી શકશે.

અયોધ્યમાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમર્પિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા તૈયાર કરાઈ છે. આ પ્રસંગના સાક્ષી બને એ અંગેના અભિયાનનો શુભારંભ પીએમ મોદીએ સૌપ્રથમ રામ નામ મંત્ર લખી કરાવ્યો

પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટે હરણફાળ ભરી છે. તેમજ યાત્રિ સુવિધા, વૃદ્ધો, દિવ્યાંગો માટેની સુવિધા, અન્નક્ષેત્ર, રોજગારી અંગે તેમજ પર્યાવરણ લક્ષી અને પ્રોજેકટ શરુ કરવામાં આવ્યા છે.

જેમાં

  1.  અત્યાધુનિક કેમેરા સાથેની ઈનહાઉસ સીસ્ટમ ઉભી કરી સોશ્યલ મીડિયામાં ફોટો, લાઈવ આરતી, રીલ, કથા જેવા પ્રસંગોનું ટ્રસ્ટની ઓફિશિયલ યુટયુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. જેને કારણે મીડિયાની રીચમાં છેલ્લા 14 માસમાં 124 કરોડ જેવી રીચ નોંધાઈ છે. જેની ટ્રસ્ટી મંડળે નોંધ લઈ હર્ષની લાગણી અનુભવી.
  2.  ભગવાન સોમનાથની સાથે સાથે ભાલકા મંદિર તથા રામ મંદિરના લોકો લાઈવ દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટની વેબસાઈટ પર સુવિધા પણ શરુ કરવામાં આવી છે
  3. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જરુરીયાત મુજબ સુધારો કરી ટ્રસ્ટની વેબસાઈટને અપડેટ કરી ડાયનેમીક તેમજ યાત્રિ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઈટ પરથી યાત્રિકો ઓનલાઈન રુમ બુકિંગ, પૂજાવિધિ રજીસ્ટ્રેશન, ડોનેશન પણ ઓનલાઈન કરી શકે તેની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઈટ મારફત ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી પણ લોકો મેળવી શકે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ મારફત ભગવાન સોમનાથજી તથા માતા પાર્વતીજીને ચડાવેલ વસ્ત્ર પ્રસાદીનું ઓનલાઈન વેચાણ પણ શરુ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનોને જન્મદિન તેમજ લગ્નદિન જેવા શુભપ્રસંગોએ ઓનલાઈન વસ્ત્રપ્રસાદી તેમજ તેની સાથે શુભેચ્છા સંદેશ પણ પાઠવી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.
  4.  સોમનાથ વર્તમાન માસિક સામયીકમાં લેખ સાંભળવા માટે કયુ.આર. કોડ મુકી ઓડીયો બુક તૈયાર કરવામાં આવી છે. જેથી વૃદ્ધો તેમજ દિવ્યાંગો સરળતાથી લેખ સાંભળી શકે.
  5. દેશ અને દુનિયાના ભકતોને ટેકનોલોજીના ઉપયોગથી ઝુમ એપના માધ્યમથી ઓનલાઈન સામુહિક મહાપૂજા, તેમજ ઓનલાઈન પૂજાનો સંકલ્પ કરાવવામાં આવી રહ્યો છે.
  6.  વસુધૈવ કુટુંબકમ સોમેશ્વર પૂજન અભિષેક કાર્યક્રમ દ્વારા વર્ચુઅલ માધ્યમથી 21 દેશના ભક્તોને એક પ્લેટફોર્મ પર લાવી પુજાના માધ્યમથી જોડવામાં આવ્યા હતા

આ પણ વાંચો: અમરેલી: રાજુલામાં મારૂતિધામ તળાવનો થશે કાયાકલ્પ, 2.75 કરોડના ખર્ચે થશે વિકાસ- જુઓ ફોટો

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:47 pm, Mon, 30 October 23