Gir somnatah : 135 કરોડ ઓમ નમ: શિવાય મંત્રનો સંકલ્પ, શિવભક્ત રાત-દિવસ લખી રહ્યા છે મંત્ર

|

Aug 19, 2021 | 10:41 AM

મુંબઈ સ્થિતિ અને ચોરવાડના શિવભક્ત યોગેશ પાઠકે 135 કરોડ મંત્ર લેખનનો સંકલ્પ કર્યો હતો. આ માટે દેશના તમામ રાજ્યોમાં અને વિદેશોમાં મંત્રો લખવા માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 100 કરોડ મંત્ર લખાઇ ચુક્યા છે. અને 35 કરોડ મંત્રો લખવાના બાકી છે.

Gir somnatah : પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મુંબઈ સ્થિતિ અને ચોરવાડના શિવભક્ત યોગેશ પાઠકે 135 કરોડ મંત્ર લેખનનો સંકલ્પ કર્યો હતો. આ માટે દેશના તમામ રાજ્યોમાં અને વિદેશોમાં મંત્રો લખવા માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 100 કરોડ મંત્ર લખાઇ ચુક્યા છે. અને 35 કરોડ મંત્રો લખવાના બાકી છે.

યોગેશ પાઠકની ટીમે નિર્ણય કર્યો છે કે, આ 35 કરોડ મંત્ર શ્રાવણ માસમાં લખાય જાય. ભારતની 135 કરોડની વસ્તીને ધ્યાને લઈ આ આંકડાની પસંદગી કરવામાં આવી હતી. આ મંત્રો લખાયા બાદ 135 કરોડ મંત્રને લઈને મંત્ર મંદિર બનશે. યોગેશ પાઠકનું માનવું છે કે, આ મંદિર બન્યા બાદ શિવભક્તોને 135 કરોડ મંત્રની ઉર્જા મળશે.

હાલ જયારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા અવનવા ઉપાયો અજમાવે છે. ત્યારે મુંબઇના આ અનોખા શિવભક્તિની મંત્ર લખવાનો સંકલ્પ ખરેખર સરાહનીય છે. ત્યારે આપણે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે તેમને આ કાર્ય કરવામાં સિદ્ધિ આપે અને તેઓ તેમનું કાર્ય ઉત્સાહસહ પાર પાડે.

ત્યારે આ બાબતે યોગેશ પાઠકે મીડિયા સાથે વાતચીત કરી હતી. યોગેશ પાઠક  આ બાબતે શું જણાવે છે સાંભળો અને જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો : junagadh : નેત્રમ સીસીટીવી કેમેરાએ ઉકેલ્યા અનેક ગુના, પોલીસને પ્રથમ રેન્કનો એવોર્ડ મળ્યો

આ પણ વાંચો : Mandi : રાજકોટના જસદણ APMC માં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7300 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Published On - 10:37 am, Thu, 19 August 21

Next Video