Gir Somnath : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

|

Apr 04, 2023 | 5:40 PM

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ ભેટ આપીને આસામના મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સોમનાથ ખાતે આવેલ ઐતિહાસિક બાણ સ્તંભના દર્શન કરી તેની ઐતિહાસિક માહિતી આપવામાં આવેલ ત્યારે સદીઓ પહેલા ભારતીય દર્શનશાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ અને સમુદ્ર માર્ગોના સટીક ઉલ્લેખ અંગે સાંસ્કૃતિક અસ્મિતા વિશે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

Gir Somnath : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ  સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા
Assam Chief Minister Himanta Biswa Sarma visited and worship Somnath Mahadev

Follow us on

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સજોડે પહોચ્યા હતા. દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન કરી તેઓએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથે જ તેઓએ સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ ખાતે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા એ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા પણ કરી હતી. સોમનાથ મંદિરના મુખ્ય પુજારી દ્વારા વિવિધ દ્રવ્યો સાથે શાસ્ત્રોક્ત વિધિ થી હિમંતા બિસ્વા શર્માને પૂજા કરાવવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ ભેટ આપીને આસામના મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક અસ્મિતા વિશે અહોભાવ વ્યક્ત કર્યો હતો

આ સાથે સોમનાથ ખાતે આવેલ ઐતિહાસિક બાણ સ્તંભના દર્શન કરી તેની ઐતિહાસિક માહિતી આપવામાં આવેલ ત્યારે સદીઓ પહેલા ભારતીય દર્શનશાસ્ત્રમાં દક્ષિણ ધ્રુવ અને સમુદ્ર માર્ગોના સટીક ઉલ્લેખ અંગે સાંસ્કૃતિક અસ્મિતા વિશે અહોભાવ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં 31 માર્ચ પછી કોરોના વિરોધી રસીનો જથ્થો ઉપલબ્ધ નથી, RMCએ સરકાર પાસે રસીની કરી માગ

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

કુલ 8 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું  હતું. 

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, મહીસાગર, ખેડા,નર્મદા મળી કુલ 8 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું હતું.

ત્યારે ફાગણ માસની માસિક શિવરાત્રી પર રાજ્યના ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા મળી વધુ 4 જિલ્લામાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. .જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના કલેક્ટરો અને અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો.

માતાઓ બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું

અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો, આશ્રમશાળા, અને દિવ્યાંગ ગૃહોમાં એકસાથે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે સોમનાથના, ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલો ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, માતાઓ બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રત્યેક શિવરાત્રી પર્વ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને આ માનવતા સભર વસ્ત્રપ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે. અને વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવનો ચીકી પ્રસાદ નિયત સ્થળોએ વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ આગામી સમયમાં પણ પ્રતિમાસ શિવરાત્રી પર રાજ્યના વધુ જિલ્લાઓમાં તંત્ર સાથે સંકલનમાં વસ્ત્ર પ્રસાદ અને મહા પ્રસાદનું વિતરણ કરશે.

(વિથ ઇનપુટ:  યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9 )

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:32 pm, Tue, 4 April 23

Next Article