Good News : રેલવે વિભાગની મોટી જાહેરાત, સોમનાથ રેલ્વે સ્ટેશનને સોમનાથ મંદિર જેવુ રૂપ અપાશે

મહાશિવરાત્રિ પર્વ પૂર્વે રેલવેએ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ  સ્વરૂપ ટ્વિટર પર શેર કર્યુ છે. જે જોવામાં  સોમનાથ મંદિર જેવુ જ દેખાઇ રહ્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી ડિઝાઇન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઇટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે.

Good News : રેલવે વિભાગની મોટી જાહેરાત, સોમનાથ રેલ્વે સ્ટેશનને સોમનાથ મંદિર જેવુ રૂપ અપાશે
Somnath Railway Station
| Edited By: | Updated on: Feb 18, 2023 | 4:37 PM

મહાશિવરાત્રિ પર્વ પૂર્વે રેલવેએ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવુ  રૂપ  ટ્વિટર પર શેર કર્યુ છે. જે જોવામાં  સોમનાથ મંદિર જેવુ જ દેખાઇ રહ્યુ છે. રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગને મંદિર જેવી ડિઝાઇન આપવા માટે 157.4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રેલ્વે તરફથી જાણકારી આપવામાં આવી છે કે સાઇટ સર્વે અને પાયાની તપાસનું કામ લગભગ પૂર્ણ થઇ ગયુ છે. સ્ટેશન તૈયાર થવા પર મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સોમનાથમાં દર વર્ષે  લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે

ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક સોમનાથ મંદિરમાં છે. આ રેલ્વે સ્ટેશનથી 1.7 કિલોમીટર દૂર છે. મંદિર અરબ સાગરના કિનારે વસેલુ છે. અહી દર વર્ષે લાખો શ્રદ્ધાળુ દર્શન માટે પહોચે છે. સોમનાથ રેલ્વે સ્ટેશન પર વર્તમાન સમયમાં બે પ્લેટફૉર્મ જ છે અને આ કોઇ મોટા શહેર સાથે કનેક્ટ નથી. મોટા શહેરો સાથે જોડીને અહી ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવી શકે છે.

 

રેલવે ટ્રેકની બંને બાજુએ સ્ટેશન બિલ્ડિંગની સાથે શહેરના બંને છેડાને જોડવામાં આવશે

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશન કોઇ પણ શહેરમાં આગમન માટેનું કેન્દ્રીય બિંદુ છે. સ્ટેશનોના પુન:વિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે. રેલવે ટ્રેકની બંને બાજુએ સ્ટેશન બિલ્ડિંગની સાથે શહેરના બંને છેડાને જોડવામાં આવશે.

દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ પર એક વિશાળ રૂફ પ્લાઝા હશે, જેમાં રીટેઇલ, કાફેટેરિયા અને મનોરંજનની સગવડો જેમ કે ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, સ્થાનિક ઉત્પાદનો માટે કેઓસ્ટ માટેની જગ્યા વગેરે જેવી તમામ સગવડો એક જ સ્થળે મળી રહેશે.

પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે

યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઇનેઝ, લિફ્ટ/એસ્કેલેટર/ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સુચારુ રૂપે થઇ શકશે. તે સાથે જ પરિવહનના અન્ય સાધનોની સતત કનેક્ટિવિટી માટે સ્કાઇવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે.