Gir Somnath: ગાયન,વાદન અને નૃત્યના ત્રિવેણી કલા સંગમનો સોમનાથની જનતા અને યાત્રીઓને લાભ મેળવી રહ્યા છે.ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના (Somnath Temple) સાનિધ્યમાં સમુદ્રકિનારે યોજાયો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત અમૃતધારા મહોત્સવમાં (Amrut Swaradhara Utsav)આસામ, મણિપુર, મધ્યપ્રદેશ,ઉત્તરાખંડ,તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવેલ 350થી વધુ કલાકારો (Dancers)પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરે છે.
આ અમૃત ધારા ઉત્સવ”ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળની સ્વાયત સંસ્થા સંગીત નાટક એકેડમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત આ અમૃત સ્વર ધારા ઉત્સવ. જેમાં દેશના ખૂણે ખૂણેથી કલાકારોના 33 ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરી રહેલ છે. જેમાં ગાયન વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધના કરાશે” જેમાં જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે યોજાનાર અમૃત ધારા ઉત્સવ સંદર્ભે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ઊજવાય રહ્યો છે.
તા. 26 માર્ચ, 2022ના કાર્યક્રમો
આજે મણિપુરના ભૂમેશ્વર સહિં અને તેમનું ગ્રુપ પુંગ ચોલોમ અને ઠોલ ચોલોમ નૃત્ય રજૂ કરાયું. દેવાસના કાલૂરામ બામન્યા અને તેમનુ ગ્રુપ નિર્ગુણી ભજન, રાયબરેલીના શીલૂસિંહ રાજપૂત અને તેમનુ ગ્રુપ આલ્હા ગાયન, અમદાવાદના રેમા શ્રીકાંત અને તેમનુ ગ્રુપ ભરતનાટ્યમ્, હૈદરાબાદના અમૃતા શીલ કૂચીપુડી, ભૂવનેશ્વરનું રુદ્રાક્ષ ફાઉન્ડેશન ઓડિસી નૃત્ય રજૂ કર્યું.
તા. 27 માર્ચ, 2022ના કાર્યક્રમો
દિલ્હીના પકલકુરી ઉન્નીકૃષ્ણ અને તેમનું ગ્રુપ ચેંડા મેલમ વાદ્ય સહ નૃત્ય, રાયપુરના દુષ્યંત દ્વિવેદી અને તેમનુ ગ્રુપ પંડવાની લોકગાયન, ઉડ્ડીસાના વિભૂતિભૂષણ મોહંતા તથા લોકનાથ દાસ અને તેમનો સમૂહ મયુરભંજ છઉ, ઝારખંડના સુદીપ કુમાર કવિ અને તેમનુ ગ્રુપ સરાયકેલા છઉ નૃત્ય અને ગાંધીનગરના નીતિન દવે અને તેમનું ગ્રુપ ડાંડિયા રાસ પ્રસ્તુત કરશે.
તા. 28 માર્ચ, 2022ના કાર્યક્રમો
ઓડિસાના લક્ષ્મીપ્રિયા ગોટીપુઆ નૃત્ય કેન્દ્ર દ્વારા ગોટીપુઆ નૃત્ય, મણિપુરના ઈમ્ફાલના મેનકાદેવી અને જીનાદેવી દ્વારા મણિપુરી નૃત્ય, કોયમ્બતુરના કરૂણા સાગરી ભરતનાટ્યમ્, આસામના માઝુલીના ઉત્તર કમલાબાડી સત્ર ગાયન બાયન, ગોંડલના ચેતન જેઠવા અને તેમના ગ્રુપ દ્વારા ગરબા અને રાસની પ્રસ્તુતિ કરશે.
તા. 29 માર્ચ, 2022ના કાર્યક્રમો
મહારાષ્ટ્રના ગણેશ ચંદન શિવે અને તેમના સમૂહ દ્વારા પોવાડા લોકનૃત્ય, ઉત્તર પ્રદેશના મથુરાના વંદના શ્રી અને તેમનું ગ્રુપ દ્વારા મયુર રાસ, તેલંગણાના નાલગોંડાના ડી. રાજકુમાર પેરની તાંડવમ્ લોકનૃત્ય, વડોદરાના ઐશ્વર્યા વરિયાર અને તેમના ગ્રુપ દ્વારા મોહિનીઅટ્ટમ્ નૃત્ય રજૂ કરવામાં આવશે.
તા. 30 માર્ચ, 2022ના કાર્યક્રમો
ઉત્તરાખંડના અલ્મોડાના પ્રકાશ બિષ્ટ અને તેમાન સમૂહ દ્વારા નંદા રજ્જત કૃતિ, તમિલનાડુના તંજાવુરના પી. રાજકુમાર અને તેમના ગ્રુપ દ્વારા મલિયાટ્ટમ્ નૃત્ય, મણિપુરના મેનકાદેવી અને જિનાદેવી મણિપુરી રાસલીલા, અમદાવાદની અનાર્ટ ડાન્સ કંપની દ્વારા કથ્થક નૃત્ય, પ્રસ્તુત કરવામાં આવશે.
આ પણ વાંચો : કચ્છ : પોલીસની નિષ્ફળતા વચ્ચે હવે મંદિર ચોરોને ઝડપવા ફોટો પ્રસિધ્ધ કરી 51,000 ઇનામની જાહેરાત !
આ પણ વાંચો : JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ