Girsomnath : કોડીનારમાં અંબુજા ફાટક નજીક અકસ્માત, એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત

.અકસ્માતના (Accident) પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Girsomnath : કોડીનારમાં અંબુજા ફાટક નજીક અકસ્માત, એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત
File Photo
| Edited By: | Updated on: Sep 21, 2022 | 1:39 PM

ગીર સોમનાથના (Gir Somnath) કોડીનારમાં અંબુજા ફાટક નજીક ભયંકર થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જયાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રીક્ષાને અડફેટે લીધી છે. જેમાં એક વિદ્યાર્થિનીનું (Students)  ઘટનાસ્થળે મોત થયું છે. જયારે રીક્ષા ચાલક સહિત અંદાજીત 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જોકે ઈજાગ્રસ્તોને અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના (Accident) પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પોલીસે (Girsomnath police) સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

થોડા દિવસો અગાઉ અરવલ્લી જિલ્લાના માલપુર (Malpur) નજીક પણ આ જ પ્રકારે અક્સમાત સર્જાયો હતો. એક કાર ચાલકે અંબાજી (Ambaji) જતા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં 6 પદયાત્રીઓએ જીવ ગુમાવ્યો હતો જ્યારે  9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેને સારવાર અર્થ નજીકની માલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે બાદમાં તમામ ઘાયલોને હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા. પંચમહાલ (Panchmahal) ના કાલોલ તાલુકાના અલાલી ગામના આ પદયાત્રીઓ પગપાળા અંબાજી જઈ રહ્યા હતા એ દરમિયાન વહેલી સવારે માલપુર નજીક એક કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો.