દર વર્ષે કારતક સુદ અગિયારસ (દેવઉઠી અગિયારસ) થી પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ વર્ષે 20 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી લીલી પરિક્રમાનું આયોજન છે, જેમાં 36 કિમીની પગપાળા પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ જોડાશે. પરંતુ જળ સંકટ તેમજ માનવ અને વન્ય જીવો વચ્ચેના સંઘર્ષ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રૂટ પર પાણી, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે લીલી પરિક્રમાનું નિર્વિઘ્ન આયોજન તંત્ર માટે એક પડકાર સમાન સાબિત થઈ શકે છે.
આ પરિક્રમામાં રાજ્યના ખૂણેખૂણેથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ લાખો ભાવિકો આવતા હોય છે અને અંતરમાં જય ગિરનારીના જાપ સાથે જ્યારે પરિક્રમા પૂર્ણ કરે છે ત્યારે ધન્યતાની અનુભવે છે. પરંતુ આ વર્ષે ચોમાસુ નબળુ રહ્યુ છે. વરસાદ જરૂર કરતા ઓછો પડ્યો છે. અપૂરતા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં પણ પાણીનો જથ્થો પૂરતો નથી, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે.
ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું પરિક્રમાનને આ વખતે દુષ્કાળનું વિઘ્ન નડશે કે કેમ? આ અંગે tv9 દ્વારા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી અને ઉઠી રહેલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વહીવટી તંત્ર દ્વારા લોકોને ખઆસ અપીલ કરવામાં આવી છે કે દર વર્ષ કરતા આ વર્ષે સ્થિતિ થોડી જૂદી છે. ગીરના સિંહોની પ્રકૃતિ પણ થોડી બદલાઈ છે. અત્યાર સુધી તેઓ ગીરનાર સુધી આવતા ન હતા. હવે ગિરનાર સુધી આવવા લાગ્યા છે. અત્યાર સુધી તેઓ માણસો પણ હુમલા કરતા ન હતા, પરંતુ તાજેતરમાં જ એવા 4 થી 5 બનાવો સામે આવ્યા છે જેમા માણસો પર સિંહોના હુમલાની ઘટનાઓ વધી છે. ત્યારે વહીવટી તંત્રે ખાસ અપીલ કરી છે કે ખાસ કરીને વન્ય જીવોમા હુમલાને જોતા વૃદ્ધો અમે બાળકોને આ પરિક્રમામાં ન જોડાવા અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ પાણીની અછતને પહોંચી વળવા માટે પરિક્રમાના માર્ગ પર બોર અને પાણીના પોઈન્ટ વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા બીજી તરફ જળ સંકટ વચ્ચે વન્યજીવો અને શ્રદ્ધાળુની સુરક્ષા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુનો ધસારો વધે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પરિક્રમાના લાંબા અને મુશ્કેલ માર્ગને ધ્યાનમાં રાખીને બાળકો અને વૃદ્ધોને પરિક્રમામાં ન જોડાવા તંત્રએ અપીલ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે કે દર વર્ષે નદી નાળાઓ ચાલતા હતા એ અત્યારે વરસાદની ઘટના કારણે નથી ચાલી રહ્યા અને પાણીની થોડી પાણીની સમસ્યા છે. વહીવટી તંત્ર તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે જેટલા પણ શ્રદ્ધાળુઓ જોડાય તેમને પાણીની સગવડ મળતી રહે.
જો કે હાલ લીલી પરિક્રમાને લઈને હવે વિવાદ જેવી સ્થિતિ છે. એક તરફ તંત્ર દ્વારા પરિક્રમાની તૈયારીઓ કરવામાં આવી બીજી તરફ જળ સંકટની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિક્રમા બંધ રાખવાની માંગ ઉઠી છે. વાઈલ્ડલાઈફ રિસર્ચરે પરિક્રમા બંધ રાખવા પાછળ વૈજ્ઞાનિક કારણો રજૂ કર્યા. તેમના મતે વરસાદની અછતને કારણે ગિરનારમાં છેલ્લા 25 વર્ષમાં ન સર્જાઈ હોય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે વન્ય જીવોના અસ્તિત્વ પર સંકટ ઊભું થઈ શકે છે.
આવી સ્થિતિમાં જો પરિક્રમાનું આયોજન કરવામાં આવે તો માનવ અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ વધવાની સાથે અનેક પશુ પક્ષીઓના મોત થવાની પણ આશંકા છે. આથી વન્ય જીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પરિક્રમા રદ્દ કરવા વાઇલ્ડલાઈફ રિસર્ચરે તંત્રને અપીલ કરી છે.
વાઇલ્ડલાઈફ રિસર્ચરનો દાવો છે કે અગાઉ 1980 ના દુકાળ વખતે પણ માનવ મૃત્યુમાં વધારો થયો હતો. દુષ્કાળની સ્થિતિમાં વન્યજીવોની માનસિકતા વધારે ખુંખાર અને આક્રમક થતી હોય છે. જેના લીધે યાત્રાળુઓ પર વન્ય જીવોના હુમલાની ઘટનામાં વધારો થઈ શકે છે. બીજી બાજુ જંગલમાં જે પાણીના પોઈન્ટ ફેબ્રુઆરી અથવા માર્ચમાં શરૂ કરવામાં આવતા હોય છે. તે ચોમાસુ વિત્યાના તરત બાદ શરૂ કરવા પડ્યા છે. જેના લીધે પાણીની અછત અને વન્ય જીવો તેમજ માનવ સુરક્ષા માટે આ વર્ષની પરિક્રમા રદ કરવાની માંગ થઈ રહી છે.
લીલી પરિક્રમા રદ્દ કરવાની માંગ વચ્ચે સાધુ સંતોએ અસહમતિ દર્શાવી છે. મહેશગીરી બાપુએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સંજોગોમાં ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જ. તેમના મતે ગમે તેવી મુશ્કેલી હોય પરંતુ સનાતન ધર્મ માટે શ્રદ્ધા સૌથી મોખરે છે.અગાઉના સમયમાં બોરની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ પરિક્રમાનું આયોજન થતું બધું આવ્યું છે. હું એટલું જ કહીશ કે ગમે તેવી મુશ્કેલી હોય શ્રદ્ધા સૌથી મોખરે હોય છે એટલે કોઈ કચાશ આપણે ન રાખવી જોઈએ અને જુના જમાનામાં જ્યારે બોર કે કંઈ ન હતુ તો પણ યાત્રાઓ તો થતી જ હતી.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
Published On - 1:08 pm, Fri, 6 November 26