નાના બાળકોના મા-બાપ રહો સાવધાન! આવી ઘટના તમારા બાળક સાથે પણ બની શકે છે? જુઓ VIDEO

|

Sep 06, 2019 | 8:33 AM

ગીરસોમનાથના પ્રાચીતીર્થમાં એક માસૂમ બાળકીનો પગ લપસ્યો અને નદીમાં તણાવા લાગી. વાત છે મોક્ષપીપળા નજીકની જ્યાં સરસ્વતી નદી આવેલી છે. અહીં અમદાવાદનો જાદવ પરિવાર પોતાના સ્વજનના અસ્થી પધરાવવા માટે આવ્યો હતો. જે દરમિયાન તેમની માસૂમ બાળકીને પગ લપસી જતાં તે નદીના ધસમતા પ્રવાહમાં તણાવા લાગી. તે બચવા માટે તરફડિયા મારી રહી હતી પણ બાળકીના પરિવારમાંથી […]

નાના બાળકોના મા-બાપ રહો સાવધાન! આવી ઘટના તમારા બાળક સાથે પણ બની શકે છે? જુઓ VIDEO

Follow us on

ગીરસોમનાથના પ્રાચીતીર્થમાં એક માસૂમ બાળકીનો પગ લપસ્યો અને નદીમાં તણાવા લાગી. વાત છે મોક્ષપીપળા નજીકની જ્યાં સરસ્વતી નદી આવેલી છે. અહીં અમદાવાદનો જાદવ પરિવાર પોતાના સ્વજનના અસ્થી પધરાવવા માટે આવ્યો હતો. જે દરમિયાન તેમની માસૂમ બાળકીને પગ લપસી જતાં તે નદીના ધસમતા પ્રવાહમાં તણાવા લાગી. તે બચવા માટે તરફડિયા મારી રહી હતી પણ બાળકીના પરિવારમાંથી કોઈને તરતા નહોતુ આવડતું. જેને પગલે સ્થાનિકોએ પોતાની જ બાળકી સમજીને નદીમાં ઝંપલાવી દીધુ. પરંતુ પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ પણ બાળકીની સાથે નદીમાં તણાવા લાગ્યા હતા. જોકે આખરે બાળકીને બચાવવામાં તેમને સફળતા મળી હતી. એક સમયે બાળકીના પરિવારે આશા પણ છોડી દીધી હતી, પરંતુ જ્યારે બાળકી તેમના હાથમાં પરત આવી તો તેમના જીવમાં જીવ આવ્યો હતો. બાળકીના પરિવારજનો અને અહીંના સાધુએ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમની માગ છે કે સરકારે અહીં ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવાની જરૂર છે જેથી આવી કોઈ ઘટના બને તો કોઈનો જીવ બચાવી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article