ગીર સોમનાથમાં વેરાવળ ખાતે નવસર્જિત દીવાદાંડીનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ દીવાદાંડીનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતુ. ભારતની મુખ્ય દીવાદાંડીઓનું નવસર્જન કરી તેની સુંદરતામાં વધારો થાય અને ખાસ પર્યટનસ્થળ તરીકેની ઓળખ મળે તેવી દીર્ઘદ્રષ્ટથી પીએમ નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરતા કરતા ગુજરાતના પ્રવાસન સ્થળ દેવભૂમિ દ્વારકામાં વેરાવળ તેમજ ગોપનાથ પર વર્ચ્યુઅલ માધ્યમથી દીવાદાંડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
નોંધનીય છે કે, 1967માં નિર્મિત ૨૦°૫૪.૬ નોર્થ લેટિટ્યૂડ અને ૭૦°૨૧.૨ ઈસ્ટ લૉન્જીટ્યૂડ પર સ્થિત 34મીટર ઊંચી વેરાવળ લાઈટહાઉસની દીવાદાંડીમાં ઉત્સર્જિત પ્રકાશને દૂર સુધી લઈ જવા બે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે 15 નોટિકલ માઈલ (લ્યૂમિનસ) અને 14 નોટિકલ માઈલ (જીઓગ્રાફિકલ) સુધી પ્રકાશ ફેંકી માછીમારોને સૂચિત કરી શકે છે. અહીં સેલ્ફી પોઈન્ટ, રંગબેરંગી ફુવારા, બાળકો માટે રમત ગમત ઝોન સહિતના આકર્ષણ ઉમેરાયા છે.
આ પ્રસંગે સર્બાનંદ સોનોવાલે જણાવ્યુ કે પીએમ મોદીની દીર્ઘ દૃષ્ટિના કારણે ગુજરાતમાં લાઈટ હાઉસને વિકસીત કરવાનું શક્ય બન્યુ છે. ભારતમાં 75 લાઈટ હાઉસને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. દેશમાં 75 લાઈટ હાઉસને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવશે. જે પૈકી 21નુ કામ પૂર્ણ થઈ ગયુ છે અને 54 દીવાદાંડીને વિકસાવવાનું કામ ચાલી રહ્યુ છે. લાઈટ હાઉસના વિકાસથી અર્થ વ્યવસ્થાને પણ વેગ મળશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.
વધુમાં સાંસદે ઉમેર્યુ કે પીએમ મોદીના વિઝનને કારણે દીવાદાંડીને પ્રવાસન તરીકે વિકાસ થવાથી મોટાભાગના પ્રવાસીઓ તેના તરફ આકર્ષાશે. તેમણે કહ્યુ આ લાઈટ હાઉસ અનેક માછીમારોને પણ અત્યંત ઉપયોગી બની રહી છે. આ લાઈટહાઉસ માત્ર પ્રવાસન સ્થળ ન બની રહેતા લોકોને ઐતિહાસિક માહિતી પણ મળશે.
આ પણ વાંચો : Gir Somnath : રાવલ ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલાયા, જુઓ Video
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:30 pm, Sun, 2 July 23