કોળી સમાજના આગેવાન અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ વિરોધીઓને ફેંક્યો પડકાર, કહ્યુ સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરો

છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટ થી દૂર રહેલા પૂર્વ સાંસદ દિનુ સોલંકી ગુજરાતના રાજકારણમાં ફરી સક્રિય થઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. કોડિનારમાં આયોજિત સર્વ સમાજ સિદ્ધિ સન્માન સમારોહમાં દિનું સોલંકી તેમના વિરોધીઓ આક્રમક થયા હતા અને તેમણે વિરોધીઓને સીધા મેદાનમાં આવી જવાનો પડકાર ફેંક્યો હતો.

| Edited By: | Updated on: Nov 15, 2026 | 6:49 PM

કોડિનારમાં મળેલા સર્વ સમાજ સિદ્ધિ સન્માન સમારોહમાં કોળી સમાજના નેતા અને આગેવાન તેમજ પૂર્વ સાંસદ દિનુ સોલંકીની સૂચક હાજરી જોવા મળી હતી. ન માત્ર હાજરી પરંતુ દિનુ સોલંકી તેમના આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રાજકીય લાઈમલાઈટ થી દૂર રહેલા દિનું સોલંકી ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા હોય તેવુ તેમના આ અંદાજ પરથી લાગી રહ્યુ છે. સન્માન સમારોહમાં તેના ઉદ્દબોધનમાં તેમણે જે નિવેદન આપ્યુ અને જે અંદાજમાં આપ્યુ તે ચર્ચાનો વિષય બન્યુ છે.

દિનુ સોલંકીએ આક્રમક અંદાજમાં કહ્યુ કે સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરો, જો હિંમત હોય તો સીધા મેદાનમાં આવી જાઓ. અમે સર્વ સમાજને સાથે લઈને ચાલનારા છીએ. પોતાના સંબોધનમાં દિનુ સોલંકીએ વિરોધીઓને સીધો પડકાર ફેંકતા કહ્યું કે કોડીનારમાં આવીને સમાજમાં ભાગલા પડાવવાનું બંધ કરો. અમારું તો આખું જીવન પડકારોમાં જ ગયું છે. જો હિંમત હોય તો સીધા મેદાનમાં આવી જાઓ. તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા.

હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે  છેલ્લા ઘણા સમયથી શાંત રહેલા દિનુ બોઘા સોલંકી અચાનક લાઈમ લાઈટમાં આવતા અનેક ચર્ચા જાગી છે અને સમાજના નામે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.

જો કે આ પહેલા જસદણમાં મળેલા કોળી સમાજના દિવાળી સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાના નિવેદન બાદ કોળી સમાજમાં જ તેનો વિરોધ ઉઠવાનો શરૂ થયો છે. જસદણમાં મળેલા સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાનું લોબિંગ કરવામાં આવ્યુ હતુ અને 2027માં પણ તેઓ જ લડશે અને મંત્રી બનશે તેવી જાહેરાત પણ મંચ પરથી દેવજી ફતેપરાએ કરી હતી.જે બાદ કોળી સમાજમાં જ તેનો વિરોધ ઉઠ્યો અને કોળી સમાજના આગેવાન પ્રવિણ કોળીએ કહ્યુ કે કુંવરજીએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ. સમાજના યુવાનોને આગળ આવવા દેવા જોઈએ. બીજી તરફ તેમણે છેલ્લા 7 વર્ષથી ગાંધીનગરમાં કોળી સમાજનું શિક્ષણ ભવન બનાવવા અંગે પણ સવાલ કર્યા હતા કે કુંવરજી મંત્રી છે છતા આ એક કામ પૂર્ણ કરી શક્યા નથી. તેમણે સમાજ માટે શું કર્યુ તેવો હિસાબ માગ્યો હતો.

આ તરફ ઉનામાં મળેલા કોળી સમાજના સ્નેહ મિલનમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરશોત્તમ સોલંકીનો પણ આગવો અંદાજ જોવા મળ્યો અને તેમણે કોળી સમાજને સિંહની ઉપમા આપી એક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ કોળી સમાજ સિંહના સંતાનો છે, કોઈના બોલવાથી ફર્ક પડતો નથી. સિંહ રખડતો હોય તો આજુબાજુ કૂતરા ઘણા હોય. સિંહ પોતાની મસ્તીમાં રહે છે અને પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી. ત્યારે પરસોત્તમ સોલંકીના નિવેદનથી સ્નેહ મિલન સમારોહમાં ચર્ચા જાગી છે.

 

ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ, કહ્યું પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થવુ જોઈએ- Video

Follow Us
Loading...
Unable to load recommendations.