Ganesh Utsav 2021 : અમદાવાદ કોર્પોરેશન 37 સ્થળોએ વિસર્જન કુંડ બનાવશે, જરૂરી સુવિધા પૂરી પડાશે  

|

Sep 09, 2021 | 6:22 PM

અમદાવાદ કોર્પોરેશન આ વખતે ગણેશ વિસર્જન માટે અલગ અલગ ઝોનમાં 37 જેટલા કુંડ તૈયાર કરશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 2 કરોડનો ખર્ચ કરશે.

Ganesh Utsav 2021 : અમદાવાદ કોર્પોરેશન 37 સ્થળોએ વિસર્જન કુંડ બનાવશે, જરૂરી સુવિધા પૂરી પડાશે  
Ganesh Utsav 2021 Ahmedabad Corporation to build Ganesha Immersion Pond at 37 places provide necessary facilities

Follow us on

ગુજરાત(Gujarat) માં  બેન્ડ બાજા અને ડી જે સાથે ગણેશ સ્થાપન અને ગણેશ વિસર્જનની મંજૂરી બાદ હવે અમદાવાદ કોર્પોરેશને(AMC)  પણ ગણેશ ઉત્સવની(Ganesh Utsav) તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં સરકારની ગાઈડલાઇન મુજબ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવી રહ્યાં છે.

જેમાં કોર્પોરેશન આ વખતે ગણેશ વિસર્જન માટે અલગ અલગ ઝોનમાં 37 જેટલા કુંડ તૈયાર કરશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 2 કરોડનો ખર્ચ કરશે.

અમદાવાદ શહેરના સાબરમતી નદી અને કાંકરિયા તળાવમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે વિસર્જન કુંડ બનાવવાની ફરજ પડી છે. જેમાં કોર્પોરેશન દ્વારા પાણી,લાઇટ અને ક્રેન સહિતની જરૂરી સુવિધા ઉભી કરવામાં આવે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેમાં કોર્પોરેશન દ્વારા વિસ્તાર મુજબ બે  પ્રકારના કુંડ બનાવવામાં આવશે. કૉર્પોરેશન દ્વારા 70 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 7 ફૂટ ઉંડાઈના મોટા કુંડ બનાવવામાં આવશે. જયારે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવતા નાના કુંડની લંબાઈ 45 ફૂટ, પહોળાઈ 12 ફૂટ અને ઉંડાઈ 7 ફૂટ રહેશે.

કોર્પોરેશન  દ્વારા  ચાર ઝોનમાં ગણેશ વિસર્જન માટે 37 કુંડ બનાવવામાં આવશે.  જેમાં પશ્ચિમ ઝોનમાં 10, ઉત્તર ઝોનમાં 6, મધ્ય ઝોનમાં 16, અને દક્ષિણ ઝોનમાં 5 કુંડ બનાવવામાં આવશે.

આ ઉપરાંત સરદારનગરમાં ઇન્દિરાબ્રિજ, રણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રેશ્વર સ્મશાન, જમાલપૂર સર્કલ, ગુજરી બજાર, દધિચી બ્રિજ નજીક મેદાનમાં, મણિનગર દેડકી ગાર્ડન, બહેરામપૂરા ધોબીઘાટ, ખોખરા આવકાર હૉલ પાસે અને  પાલડી પાસે એનઆઇડી સહિતના વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

જો કે આ ઉપરાંત અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારના રહીશોને ગણેશ વિસર્જન માટે દૂર જવું પડશે. જેમાં કોર્પોરેશને ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ગણેશ વિર્સજન માટે કોઇ કુંડ બનાવવાનું આયોજન કર્યું નથી. જેના લીધે જોધપૂર, સેટેલાઇટ, થલતેજ અને બોડકદેવના રહીશોએ લાંબુ અંતર કાપીને ગણેશ વિસર્જન માટે જવું પડશે.

સુપ્રીમ કોર્ટના અગાઉના એક આદેશ તેમજ પર્યાવરણ જાળવણીના નિયમોનું પાલન કરવાના હેતુથી વર્ષ 2012થી મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નર્મદાનાં પવિત્ર જળથી ભરાયેલા કૃત્રિમ કુંડ સિદ્ધિ વિનાયકની મૂર્તિઓનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad:સોલા સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ સફળ, પરિવારને સોંપવામાં આવી

આ પણ વાંચો : Anand માંથી ઝડપાયું રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

Next Article