ગુજરાતમાં આજે માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

|

Apr 20, 2022 | 8:04 AM

35થી 40 કિલો મીટરની સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

ગુજરાતમાં આજે માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાતમાં(Gujarat) ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટરની સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું પડી શકે છે. સાથે જ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું(IMD) માનીએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. તો ગાંધીનગર, અમદાવાદમાં પણ માવઠાની શક્યતા છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને વડોદરામાં માવઠાની આગાહી છે.બીજી તરફ વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે. આજથી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21મી એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. 20 એપ્રિલે અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તો 21 એપ્રિલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી,ભાવનગર, જૂનાગઢ, દિવ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે. એક તરફ સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીના પ્રકોપથી રાહત મળી શકે છે. પરંતુ ખેડૂતો જ્યાં ઉનાળું પાક માટે રોપણી કરી ચૂક્યાં છે અને યોગ્ય સમયે પુરતું પિયત નથી રહ્યું. ત્યારે આ માવઠું ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભુ કરશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.


આ પણ વાંચોઃ ધર્મના નામે ભેદભાવ! નડિયાદની નોલેજ સ્કૂલ આવી વિવાદમાં, સ્કૂલના સ્ટાફનો વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ

આ પણ વાંચોઃ PM Modi Visit Gujarat : ત્રણ દિવસના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ પડાવ, ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article