Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી

|

Sep 11, 2021 | 6:04 PM

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે કોરોના કાળ દરમ્યાન સીએમ રૂપાણીને તાળી અને થાળીમાં વ્યસ્ત રાખ્યા હતા. જેના લીધે તેમણે પ્રજાના ભોગનો શિકાર બનવું પડ્યું છે

ગુજરાતમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તેમજ તેમનો ભોગ લેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે . તેમણે આક્ષેપ કર્યો કે મોંધવારી,બેકારી અને કોરોના મહામારી માટે સીધી રીતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર છે.

તેમણે કોરોના કાળ દરમ્યાન સીએમ રૂપાણીને તાળી અને થાળીમાં વ્યસ્ત રાખ્યા હતા. જેના લીધે તેમણે પ્રજાના ભોગનો શિકાર બનવું પડ્યું છે. ભારતીય જનતા પાટીએ ચહેરો બદલ્યો છે નીતિ નહિ. જેના લીધે ગાંધી અને સરકારના ગુજરાતના નવી પેઢી ગુલામીનો અનુભવ કરી રહી છે.

આ ઉપરાંત વિજય રૂપાણીના CM પદના રાજીનામા પર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ સરકાર વિરુદ્ધ આક્ષેપો કર્યા છે  કે કોરોના મહામારીમાં સરકારના અણધડ વહીવટોને છુપાવવા માટે દિલ્હીમાં બેઠેલા ભાજપના આંકાઓએ CMનું રાજીનામું લીધું છે.

જ્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીનું રાજીનામુ એ એક રિમોટ કન્ટ્રોલ રાજકારણ ખતમ છે બે રિમોટ થી ચાલતી સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજીનામુ ધરી દીધું છે. કોરોના મહામારીમાં સરકારની  નિષ્ફળતા  અને બેરોજગારી ને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. તેમજ આખી સરકારને  બરખાસ્ત કરી નવો જનાદેશ લાવવો જોઈએ

આ પણ વાંચો : Vijay rupani : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું રાજીનામુ, અટકળોનો આવ્યો અંત

આ પણ  વાંચો : ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ સીએમની રેસમાં અગ્રેસર, જાણો તેમની રાજકીય સફર 

Published On - 6:00 pm, Sat, 11 September 21

Next Video