Gandhinagar : કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં વેદાંતા ગ્રુપે કર્યા MOU,એક લાખ યુવાનોને મળશે રોજગારી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Modi)  સેમી કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલો સંકલ્પ સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે.

Gandhinagar : કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં વેદાંતા ગ્રુપે કર્યા MOU,એક લાખ યુવાનોને મળશે રોજગારી
File Photo
| Edited By: | Updated on: Sep 13, 2022 | 2:13 PM

કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnava) આજે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ જ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના MOU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રિય મંત્રીઅશ્વિની વૈષ્ણવ હાજરીમાં થયા.રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.

CM ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ MOU થી સાકાર થશે.મહત્વનું છે કે, વડાપ્રધાન નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે.

ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેના સંબોધનમાં જણાવ્યું કે,ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે.તો સાથે તેઓએ આ પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી.તો વેદાંતા ગ્રુપના (vedanta group) ચેરમેન અનિલ અગ્રવાલ (Anil Agarwal) સંબોધન કરતા કહ્યું કે,કાલે 2 દિવસ લંડન માં હલચલ છે કે આવું મોટું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટથી 1 લાખ સીધી રોજગારી ઊભી થશે.તો પહેલીવાર સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબ ભારત અને એ પણ ગુજરાત માં બનશે.અત્યારે ફક્ત 3 કંપનીઓ આ ઉત્પાદન કરે છે જેમાંની એક અહીં આવી છે.

Published On - 11:26 am, Tue, 13 September 22