Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં, અનેક વિકાસ કામોનું કરશે લોકાર્પણ

|

Mar 18, 2023 | 6:59 AM

ગાંધીનગર સિવિલમાં અમિત શાહ દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તો આ તરફ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે.

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં, અનેક વિકાસ કામોનું કરશે લોકાર્પણ

Follow us on

Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર જશે. જ્યાં જિલ્લા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો સાથે જ ગાંધીનગર સિવિલમાં અમિત શાહ દ્વારા નિ:શુલ્ક ભોજનનો પ્રારંભ કરવામાં આવશે. તો આ તરફ કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે. તેમજ વડોદરાની MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને સંબોધન પણ કરશે.

કલોલમાં વિવિધ વિકાસના કામોનું ભૂમિ પૂજન કરશે

જો વિગતે વાત કરીએ તો 10 વાગ્યે ડેરી ઉદ્યોગ સંમેલનમાં ગૃહ પ્રધાન અમિત શાહ અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.તો 12 કલાકે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અમિત શાહની હાજરી જોવા મળશે.ત્યાર બાદ બપોરે 2 કલાકે ગાંધીનગર સિવિલમાં નિઃશુલ્ક ભોજનનો તેઓ પ્રારંભ કરાવશે. તો સાથે જ બપોરે 3 કલાકે નારદીપુર તળાવ અને વિકાસ કામોનું લોકાર્પણ કરાવશે. તો બીજી તરફ વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો સાંજે કોનવોકેશન સમારોહ યોજાશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

તો  19 માર્ચે જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શને જશે. ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાંજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

Next Article