વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે જી20ની અધ્યક્ષતા દેશના ઈતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એક જ મહિનાની અંદર તેની ત્રીજી જી20 ઈવેન્ટ, એટલે કે છઠ્ઠી U20 બેઠકની યજમાની ભારતના સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે કરવા માટે સજ્જ છે.
છઠ્ઠી U20 બેઠક શહેરો વચ્ચે એકતા સ્થાપિત કરવા માટેનું આહ્વાન કરે છે, જેનો ઉદ્દેશ શહેરો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવાનો અને સામૂહિક રીતે એવા કોમન સોલ્યુશન એટલે કે સમાન ઉકેલો શોધવાનો છે, જે જી20ના સમગ્ર ઉદ્દેશોને અનુરૂપ હોય. આ બેઠક એવા 6 પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓને હાઈલાઈટ કરે છે, જે ગ્લોબલ એજન્ડાઓ પર પ્રતિક્રિયા આપવા માટે શહેરી સ્તરની કાર્યવાહીઓને પ્રેરિત કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ વર્ષે અન્ય પ્રતિનિધિઓની સાથે 35થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગી શહેરો આ બેઠકમાં હિસ્સો લેશે.
અર્બન 20ના પ્રતિનિધિઓના સ્વાગત માટે ગુજરાત સરકાર કોઈ કસર છોડી નથી રહી. 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિનિધિઓના આગમન પછી, તેમની અડાલજ વાવની મુલાકાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ નેટવર્કિંગ ડિનર યોજાશે, જ્યાં અમદાવાદના શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવશે. 9 ફેબ્રુઆરી, 2023ના રોજ આયોજિત પ્લેનરી સેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરી વર્ચ્યુઅલી આ સેશનને સંબોધશે. જી20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત દ્વારા ‘જી20- કોલ ફોર એક્શન’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે.
પ્લેનરી સેશન પૂર્ણ થયા બાદ પ્રાથમિકતાઓ, એડવોકસી એટલે કે સમર્થન અને ભવિષ્યના માર્ગ અંગે ચર્ચા થશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સેક્રેટરી મનોજ જોશી દ્વારા ‘ભારતની શહેરી આવશ્યકતાઓ’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વર્કિંગ ગ્રુપ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ, ડિજિટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપ વગેરે દ્વારા પ્રેઝન્ટેશન્સ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી યોજાશે.
U20 2023 સાયકલ પર એક સત્ર: કોન્ટેક્સ્ટ સેટિંગનું આયોજન પાછળથી કરવામાં આવ્યું છે, જ્યાં જકાર્તા શેરપા ડૉ. શ્રી હયાતી ‘લૂકિંગ બેક એટ જકાર્તા’ પર, અમદાવાદ શેરપા ‘U20 અમદાવાદ પ્રાથમિકતાઓ અને અપેક્ષાઓ’ પર તેમજ કન્વીનરો ‘છઠ્ઠી સાયકના માઇલસ્ટોન્સ’ પર પ્રતિનિધિઓ સમક્ષ પ્રેઝન્ટેશન્સ કરશે.
લંચ બાદ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા ‘ગુજરાતમાં અર્બન ઇનોવેશન્સ અને વે ફોરવર્ડ’ પર વિશેષ સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ HLC ઓફ અર્બન પ્લાનર્સ, અર્બન ઇકોનોમિસ્ટ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સના ચેરપર્સન શ્રી કેશવ વર્મા દ્વારા ‘અર્બન પ્લાનિંગ અને એન્વાયર્મેન્ટ સસ્ટેનેબિલિટી’ વિષય પર અને એમેરિટસ, સેન્ટર ઓફ એક્સેલન્સ- અર્બન ટ્રાન્સપોર્ટ (CoE-UT) ના પ્રોફેસર એચ.એમ. શિવાનંદ સ્વામી દ્વારા ‘ક્લાઇમેટ ફાઇનાન્સિંગ ઇન ગ્રીન મોબિલિટી’ પર સંબોધન કરવામાં આવશે.
U20માં ભાગ લેનારા પ્રતિનિધિઓ માટે સાબરમતી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજ ખાતે પર્યટનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ‘સંવાદ ઓવર ડિનર’ (ભોજન સાથે સંવાદ) નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુદ્ધ શાકાહારી ગુજરાતી અને કોન્ટિનેન્ટલ વાનગીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેનું એક ગાલા ડિનર યોજાશે, જે રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
10 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજ્ય સરકારે U20ના પ્રતિનિધિઓ માટે શહેરની પ્રખ્યાત અમદાવાદ હેરિટેજ વોકની અને ત્યારબાદ હાઉસ ઓફ એમજી ખાતે સ્થાનિક નાસ્તાની વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો: G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદમાં અર્બન 20 સમિટ, 8 ફેબ્રુઆરીએ ડેલિગેટ્સનું આગમન, આ રહેશે તેમનો કાર્યક્રમ
ત્યારબાદ U20 2023 સાયકલ: પ્રાથમિકતાઓ અને સંદેશાવ્યવહાર અને U20 એડવોકસી: અન્ય એન્ગેજમેન્ટ ગ્રૃપ્સ સાથે કન્વર્જન્સ પર સત્ર યોજાશે. વડાપ્રધાનની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય શ્રી સંજીવ સાન્યાલ આ કાર્યક્રમને સંબોધશે. આ ઉપરાંત, આર્થિક બાબતોના અગ્ર સચિવ મોના ખંધાર ‘જી20 સાથે ગુજરાતનું જોડાણ’ વિષય પર સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ જી20ના વિવિધ એન્ગેજમેન્ટ ગ્રૃપ્સ જેવા કે, યુથ20, થિંક20 અને સ્ટાર્ટઅપ20 દ્વારા કરવામાં આવનાર પ્રેઝન્ટેશન્સ પણ જોશે.
Published On - 9:01 pm, Mon, 6 February 23