
ગુજરાતના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે. ત્યારે નવા ડીજીપીને લઇને હવે ચર્ચાઓનો દોર શરૂ થયો છે. અગાઉ રાજ્યના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો હતો, તેમનો કાર્યકાળ 31 મે 2022એ જ પુર્ણ થયો હતો. પરંતુ તેમને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન આપવામાં આવ્યુ હતુ. જે પછી તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી રાજ્યના પોલીસ વડા તરીકે લંબાવાયો હતો. હવે આ કાર્યકાળ પૂરો થવાનો છે. ત્યારે નવા DGPને લઇને કેટલાક અધિકારીઓના નામ ચર્ચામાં છે.
Possibilities of Atul Karwal to be appointed as the new DGP of #Gujarat #Gandhinagar #TV9News pic.twitter.com/xqUEBrjIjw
— Tv9 Gujarati (@tv9gujarati) January 18, 2023
ગુજરાતના નવા ડીજીપીને લઇને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. જેમાં વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર તથા શમશેર સિંગ,વિવેક શ્રીવાસ્તવ નું નામ પેનલ માં નામની ચર્ચા છે. તેમાં પણ ડીજીપી તરીકે અતુલ કરવાલનું નામ સૌથી આગળ છે. અતુલ કરવાલ 1988 બેચ ના IPS અધિકારી છે અને હાલ તેઓ NDRF ના DGP છે. તો વિવેક શ્રીવાસ્તવ 1989 બેચ ના અધિકારી છે અને હાલ દિલ્હી ખાતે સેન્ટ્રલ આઇ બી માં છે. તો વિકાસ સહાય ગુજરાત પોલીસ એકેડમીના વડા છે અને અજય તોમર સુરત પોલીસ કમિશનર છે,જ્યારે શમશેર સિંગ વડોદરા પોલીસ કમિશનર છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્તી બાદ આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી. જે પછી તેમનો કાર્યકાળ પુરો થવાનો હતો ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયાનો કાર્યકાળ ગુજરાત પોલીસ વડા તરીકે લંબાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો કેસ આશિષ ભાટિયાએ માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 26 જુલાઈ 2008એ અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને SITની ટીમે ભેગા થઈ બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલ્યો હતો અને 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા.આ ઉપરાંત અમદાવાદમાં 2008માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો
Published On - 12:00 pm, Wed, 18 January 23