GANDHINAGAR : રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો વિગતવાર

|

Sep 22, 2021 | 4:10 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક યોજાઈ

GANDHINAGAR : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે 22 સપ્ટેમ્બરે નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક મળી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને સહ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીને બનાવવામાં આવ્યાં છે. તેમજ નવી સરકારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી સોમવાર અને મંગળવારે સરકારના તમામ મંત્રીઓ ગાંધીનગર ફરજીયાત હાજર રહેશે.. સોમવાર અને મંગળવારે મંત્રીઓના કાર્યક્રમ કે બેઠકનું આયોજન નહિં થાય.સાથે અધિકારીઓ પણ ફરજીયાત પોતાની ઓફીસમાં સોમ-મંગળ હાજર રહેશે.. તથા આ બન્ને દિવસ પ્રજાના પ્રશ્નો મુદ્દે મંત્રી અને અધિકારીઓ નિવારણ લાવવા કાર્યરત રહેશે..આ સમગ્ર મામલે તંત્ર ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

Next Video