Tender Today : GPSCની ભરતી પરીક્ષાના કામો માટે શ્રમિકો પ્રદાન કરવાનું ટેન્ડર જાહેર

ગુજરાત જાહેર સેવા આયોગ  (GPSC) દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓ માટે વાહનોમાં માલસામાન ચડાવવા/ઉતારવા તેમજ ગોઠવવા અને અન્ય કામગીરી માટે મજુરો મુકવાના કામ અંગે ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે.

Tender Today : GPSCની ભરતી પરીક્ષાના કામો માટે શ્રમિકો પ્રદાન કરવાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jun 12, 2023 | 4:10 PM

Gandhinagar : ગાંધીનગર ગુજરાત સેવા આયોગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત જાહેર સેવા આયોગ  (GPSC) દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓ માટે વાહનોમાં માલસામાન ચડાવવા/ઉતારવા તેમજ ગોઠવવા અને અન્ય કામગીરી માટે મજુરો મુકવાના કામ અંગે ટેન્ડર (Tender) જાહેર કરાયુ છે. રસ ધરાવતા અનુભવી કોન્ટ્રાક્ટરો પાસેથી સીલબંધ કવરમાં ભાવ મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : અમદાવાદ ISRO દ્વારા વિવિધ કામો માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કામ કરવાનું રહેશે

આ અંગેની વધુ વિગતો આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આયોગ ખાતેથી ટેન્ડર ફોર્મ મેળવવાની તારીખ 12 જૂન 2023 સવારે 10.30 કલાકથી 21 જૂન 2023 સાંજે 6.10 કલાક સુધીની છે. ટેન્ડર ફોર્મ જમા કરાવવાની તારીખ 22 જૂન 2023 સવારે 10.30 કલાકથી 28 જૂન 2023 સાંજે 6.10 કલાક સુધીની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો