
ગુજરાત સરકારના સંયુકત સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગરની અધિક્ષક ઇજનેરની કચેરી દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પ્રોવાઇડિંગ સર્વિસીઝ ફોર મેન્યુઅલી એસ વેલ એસ ઇલેકટ્રીકલી ઓપરેશન ઓફ વેરીયસ ગેટસ ઓફ રેગ્યુલેટિંગ સ્ટ્રકચર્સ વિઝ એચઆર/સીઆર/એસ્કેપ ઇટીસી ઓફ નર્મદા મેઇન કેનાલ રીચ ચે. 0.0 કિમી ટુ 144.500 કિમી ફોર ધ યર 2023ના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ ટેન્ડર માટેના કામની અંદાજીત કિંમત રુ. 159.43 લાખ છે. આ ટેન્ડર માટે ઓનલાઇન બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર અંગેની વિસ્તૃત માહિતી www.ssnnl.nprocure.com અને www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે.
Published On - 10:00 am, Sat, 11 March 23