
ગાંધીનગર જિલ્લામાં આવેલી દહેગામ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘનકચરાના એકત્રીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રી-મોન્સૂન અંગેની સફાઇ કરવાની કામગીરી માટે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરોએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Rain Update: મોડાસા અને હિંમતનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, સાઈન બોર્ડ હવામાં ઉડ્યા
ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તથા પ્રાઇસબીડ સાથે ટેન્ડર અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 મે 2023ના સાંજે 6 કલાક સુધીની છે. ફીઝીકલ ટેન્ડર ફી, ઇએમડી અને જરુરી ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી.થી નગરપાલિકા ખાતે મોકલવાની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.
આ ટેન્ડરની વધુ વિગતો https://www.nprocure.com સાઇટ પર જોવા મળશે. ફીજીકલ ડોક્યુમેન્ટ ચીફ ઓફિસર, દહેગામ નગરપાલિકા, દહેગામ, જિલ્લો-ગાંધીનગરને રજી.એ.ડી. દ્વારા મોકલી આપવાના રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…