Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ 90 હજાર રુપિયા છે. તો ટેન્ડરની ફી 2500 રુપિયા છે.

Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:17 PM

Gandhinagar : ગાંધીનગરમાં સેક્ટર 17માં આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન દ્વારા ઇ ટેન્ડર (E tender)  જાહેર કરવામાં આવ્યુ છે. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ 90 હજાર રુપિયા છે. તો ટેન્ડરની ફી 2500 રુપિયા છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-  Tender Today : અંકલેશ્વરમાં મોદીનગર પાસે આવેલા કમલમ લેક વોટર બોડીના ડેવલપમેન્ટના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ટેન્ડર ફોર્મ 15 જુલાઇ 2023થી 4 ઓગસ્ટ 2023ના સાંજે 6 વાગ્યા સુધીમાં ઓનલાઇન વેબસાઇટ https://tender.nprocure.com પરથી ડાઉનલોડ કરી ઓનલાઇન ભરી શકાશે. તો પ્રિબીડ મીટિંગ તારીખ 20 જુલાઇ 2023ના રોજ બપોરે 12 કલાકે મહાનગરપાલિકા મીટિંગ રુમમાં થશે. ટેન્ડર બીડના જરુરી આધાર માટેના કોઇપણ ડોક્યુમેન્ટ ઓનલાઇન ઇલેકટ્રોનીક ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલવાના રહેશે.

ટેકનીકલ બીડ અને ટેન્ડર ફીની રકમ તથા ઇએમડીના ડિમાન્ડ ડ્રાફ્ટ તારીખ 5 ઓગસ્ટ 2023થી 11 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીમાં કચેરીએ મોકલવાના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો