ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ

|

Dec 28, 2021 | 1:12 PM

ગુજરાત આરોગ્ય વિભાગ જે રીતે પોલિયો રસીકરણનું અભિયાન હાથ ધરે છે તે જ રીતે કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા માટે મહેતન કરશે .

ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ
Gujarat government prepare For Children Corona Vaccination (File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)પણ સમગ્ર દેશની સાથે 15 થી 18 વર્ષના બાળકોને(Children)  કોરોનાથી(Corona) રક્ષણ માટે કોરોના વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત થવાની છે. જો કે રાજયના ત્રીજી લહેરની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને 15 થી 18 વર્ષના બાળકોને ઝડપથી રસીનો પ્રથમ ડોઝ કેવી રીતે આપી શકાય તે માટે રોડમેપ તૈયાર કરી લીધો છે.

જેની માટે સરકારે 15થી 18 વર્ષની વયના  બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે. આ અંગે આરોગ્ય કમિશનરના જણાવ્યા અનુસાર આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ જતાં હોય છે. જેના પગલે ઝડપી વેક્સિનેશન માટે સ્કૂલોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

જેમાં સૌ પ્રથમ આ વય જૂથના કિશોરોને રસી આપવા માટે સ્કૂલોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને હાજર રાખવામાં આવશે. આ ઉપરાંત શાળાએ નહિ જતાં બાળકો માટે પણ સરકારે તેમને ઘરે જઇને રસી આપવાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે વાલીઓ બાળકોને હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી અપાવવા માંગે છે તેમની માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ત્રણ જાન્યુઆરીથી સરકારે ઝડપથી બાળકોને રસી તે માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ અંગે આરોગ્ય વિભાગ જે રીતે પોલિયો રસીકરણનું અભિયાન હાથ ધરે છે તે જ રીતે કોરોના રસીકરણના અભિયાનને સફળ બનાવવા માટે મહેતન કરશે .

આ ઉપરાંત 15-18 વર્ષના કિશોરોને રસી લેવા માટે તેમના ઓળખકાર્ડની જરૂર પડશે તે અંગે જણાવતા આરોગ્ય કમિશ્નરે કહ્યું હતું કે તેની માટે સ્કૂલ સર્ટિ કે આઇડી કાર્ડ માન્ય રહેશે. 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણ માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે. જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. તેની સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.

આ મામલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે-બાળકો-તરૂણોને ઘરે રૂબરૂ જઈને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. જ્યારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.વી.એન. શાહનું કહેવું છે કે, રાજ્ય સરકાર રસી માટે ખાનગીકરણને મંજૂરી આપશે.

રાજ્ય સરકારની સપ્લાય ચેઈન ખૂબ જ મજબૂત છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે બાળકોને રસી આપવા માટે જાહેરાત કરી છે.. આ જાહેરાતથી ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલા બાળકોને રસીનો લાભ મળવાનો છે.

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોનું કહેવું છે કે- બાળકોને કોરોનાથી રક્ષણ આપતી રસી આપવામાં કોઈ મુશ્કેલી નહિ પડે..રાજ્યના આરોગ્ય વિભાગ પાસે પહેલેથી જ રોડમેપ તૈયાર છે..બાળકો પોતાને રસી આપવા માટે પરવાનગી આપી નહીં શકે પણ બાળકોને રસી આપવા માટે માતા-પિતાએ મંજૂરી આપવી જરૂરી છે. બાળકોને રસી અપાવવા માટે વાલીઓએ આગળ આવવું પડશે

આ પણ વાંચો : નવસારીમાં 1 મહિનામાં 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, ઓફલાઈન શિક્ષણના પગલે વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે ટાર્ગેટ

આ પણ વાંચો :  Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

Published On - 1:11 pm, Tue, 28 December 21

Next Article