ગુજરાતના 14 જિલ્લામાં 1 જુલાઈથી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો થશે પ્રારંભ

રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.આ સાથે જ અંબાજી થી ઉમરગામના આદિવાસી ક્ષેત્રના મુખ્ય 14 જિલ્લાઓના વિવિધ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે.

ગુજરાતના 14 જિલ્લામાં 1 જુલાઈથી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો થશે પ્રારંભ
Sickle Cell Anemia Eradication Mission
| Edited By: | Updated on: Jun 29, 2023 | 3:08 PM

Gandhinagar : રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમમાં હાજર રહેશે.

આ સાથે જ અંબાજી થી ઉમરગામના આદિવાસી ક્ષેત્રના મુખ્ય 14 જિલ્લાઓના વિવિધ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત સરકારના વિવિધ મંત્રી સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, પદાધિકારીઓ તથા તમામ અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી આ કાર્યક્રમ જોડાશે. દેશ આઝાદીના સુવર્ણકાળમાં પ્રવેશે એટલે કે વર્ષ 2047 સુધીમાં સમગ્ર દેશમાંથી સીકલસેલ એનિમિયા નાબૂદીનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરુઆતે જળાશયોમાં પાણીની આવક વધી, 2 ડેમ છલકાયા, 20 ડેમમાં સપાટી વધી

આ મિશન અંતર્ગત દેશના 0 થી 40 ની વયના અંદાજીત 7 કરોડ જેટલા લોકોનું આ અભિયાન અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં આ સીકલસેલ એનિમિયા ડિટેક્ટ થતા તેઓની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં સીકલસેલ એનિમિયા નાબૂદી અભિયાનનો પ્રારંભ થશે.

ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાઓમાં સતત સ્ક્રીનીંગ કરવામાં આવેશે

રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ખાસ કરીને આ મિશન અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સીકલસેલ એનિમિયા એ વારસાગત હિમોગ્લોબીનની ખામીને કારણે થતું જોવા મળે છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2006માં સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો ગુજરાતમાં પ્રારંભ કર્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાઓમાં આદિજાતી વસ્તીમાં સીકલસેલ એનિમિયાના નિદાન માટે નિયમિત પણે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આશરે 97 લાખ આદિજાતી વસ્તીનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 7.11 લાખ થી વધુ સીક્લસેલ ટ્રેઇટ અને 31 હજાર જેટલા સિક્લસેલ ડીસીઝ શોધી કાઢીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

મહત્વની બાબત એ પણ છે કે, વર્ષ 2006થી રાજ્યમાં કાર્યરત સીકલસેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વર્ષ 2011 માં ગુજરાતને પ્રધાનમંત્રી એક્સલએન્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

ગાંધીનગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો