Gujarat માં મુખ્યમંત્રીની નિમણૂક બાદ મંત્રીમંડળમાં આવશે ધરખમ ફેરફારો

|

Sep 12, 2021 | 7:34 PM

ગુજરાતના સીએમની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો આવશે. તેમજ ડેપ્યુટી સીએમ પદની પોસ્ટ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

Gujarat માં  મુખ્યમંત્રીની નિમણૂક બાદ મંત્રીમંડળમાં આવશે ધરખમ ફેરફારો
Several changes expected in Gujarat Ministry after Bhupendra Patel takes charge as CM

Follow us on

ગુજરાત(Gujarat)માં ભાજપ દ્વારા નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નામ પર આખરી મહોર મારી દેવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો પણ કર્યો છે. આ દરમ્યાન સામે આવેલી માહિતી મુજબ સીએમની નિમણૂક થયા બાદ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો આવશે.

તેમજ ડેપ્યુટી સીએમ પદની પોસ્ટ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં જયારે પાટીદાર સીએમ હોય ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ પાટીદારને ના આપી શકાય. તેમજ અનેક મંત્રીઓના પોર્ટફોલિયામાં પણ મોટા ફેરફાર આવવાની શક્યતા છે.

આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે(Bhupendra Patel)રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી(Vijay Rupani),ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શનિવાર સાંજથી ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા નામોની ચર્ચા ચાલી હતી. જો કે આખરે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડે ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરી હતી. જેની જાહેરાત વિધાયક દળની બેઠકમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો : PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

આ પણ વાંચો : Gujarat ના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રથમ પ્રતિક્રિયા 

 

Published On - 7:30 pm, Sun, 12 September 21

Next Video