આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ શપથ લેશે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે. જો કે ભુપેન્દ્ર પટેલ 2.0 સરકાર માં મોટા માથાઓની બાદબાકી કરવામાં આવી છે. જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા,પુર્ણેશ મોદી, મનીષા વકીલ, નિમિષા સુથાર, વીનુ મોરડીયા , નરેશ પટેલ, જીતુ ચૌધરી,શંકર ચૌધરી, રમણ વોરા,અલ્પેશ ઠાકોર, શંભુનાથ ટુંડિયા અને જયેશ રાદડિયા સહિતના ધારાસભ્યોને પડતા મુકાયા છે.
12 સપ્ટેબર 2021 નો એ દિવસ કે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર કોરોના સહિત અને એન્ટી ઈન્કમબસી જેવા વિવિધ મુદ્દાઓને કારણે વિજય રૂપાણી સરકારને બરખાસ્ત કરવામાં આવી અને નવી સરકારનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. એ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સરકાર બની હતી, જેમાં જીતુ વાઘાણી, કિરીટ સિંહ રાણા અને પુર્ણેશ મોદી સહિતના મંત્રીઓને ફરીથી સ્થાન આપવામાં આવ્યુ હતુ. આ વખતે ભૂપેન્દ્ર સરકારે રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત મેળવી છે, ત્યારે ફરી પાંચ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. જો કે આ વખતે અમુક મોટા માથાઓની બાદબાકી કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.
Published On - 8:19 am, Mon, 12 December 22