ગુજરાતના મહેસાણાના વડનગરમાં(Vadnagar) વતની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેની કાયાપલટ થવા જઇ રહી છે. જેમાં ગુજરાત સરકારે 3 માર્ચના રોજ રજૂ કરેલા બજેટમાં આ શાળાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 100 વર્ષ જૂની આ શાળાને લોકો માટે પ્રેરણા કેન્દ્ર (Prerna Kendra) બનાવવાની પણ તૈયારી કરવામાં આવી છે. જેની માટે સરકારે બે કરોડનું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત વડનગરમાં હેરિટેજ સ્થળોને પણ પર્યટકો માટે વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડનગરમાં આવેલ વર્ષો જૂની ગાયકવાડી સમયની પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર તરીકે હેરીટેજમાં સમાવી વિકાસ કરવામાં આવશે. વડનગરની 100 વર્ષ જૂની પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાની વાતોને યાદ કરે છે.
મહેસાણા જિલ્લાનું વડનગર હાલમાં અનેક રીતે ગુજરાત અને દેશ વિદેશમાં નામના મેળવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના વતની છે અને નરેન્દ્ર મોદીએ વડનગરમાં પોતાનું બાળપણ વિતાવ્યું છે. વડનગર પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. જેમાં પણ પી એમ મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે તે કુમાર શાળા હવે પ્રેરણા કેન્દ્ર બનશે.નરેન્દ્ર મોદીએ વડનગરની કુમાર શાળામાં ધોરણ 1 થી 7 સુધી અભ્યાસ કર્યો હતી. નરેન્દ્ર મોદીને તે સમયે અલગ અલગ શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. જો કે આ શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવવા માટે સરકાર દ્વારા લાંબા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ શાળામાં નવી પેઢીને પ્રેરણા મળી રહે તે પ્રકારનું શાળાનું નવું લુક આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બાળપણમાં નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા તે વડનગરમાં આવેલા આ રેલવે સ્ટેશન પણ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. આ સ્ટેશન સાથે પીએમ મોદીની અગણિત યાદો પણ જોડાયેલી છે, જેથી વડનગરને ઐતિહાસિક રેલવે સ્ટેશનની મોટી ભેટ આપી છે. નરેન્દ્ર મોદી પિતા સાથે જ્યાં ચા વેચતા હતા એ દુકાન પણ હાલમાં પણ છે. સમગ્ર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે, જેમાં વડનગર, મોઢેરા, પાટણ હેરિટેજ સર્કિટની રીતે બનાવાયું છે.
આ પણ વાંચો : Surat : મહાઠગબાજ ભુવો આખરે પોલીસ ગિરફ્તમાં, ભોગ બનનાર મહિલાએ કરી હતી આત્મહત્યા
Published On - 4:52 pm, Fri, 4 March 22