ગુજરાતમાં નવા વર્ષથી રિક્ષાભાડામાં વધારો ઝીંકાયો, હવે મિનિમમ ભાડું 18 રૂપિયા થશે

|

Nov 02, 2021 | 10:22 PM

ગુજરાતના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન વેલ્ફેર યુનિયનની રજૂઆત સાંભળી હતી. જેની બાદ 5 નવેમ્બરથી મીટરનું મિનિમમ ભાડુ 15 રૂપિયા હતું તે હવેથી 18 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં(Gujarat)નવા વર્ષથી રિક્ષામાં(Rikshaw)મુસાફરી કરતા લોકોએ મિનિમમ ભાડામાં(Minimum Fair) 3 રૂપિયા વધારે ચુકવવા તૈયાર રહેવું પડશે. રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન વેલ્ફેર યુનિયનની રજૂઆત સાંભળી હતી. જેની બાદ 5 નવેમ્બરથી મીટરનું મિનિમમ ભાડુ 15 રૂપિયા હતું તે હવેથી 18 રૂપિયા વસુલાશે. આમ મિનિમમ ભાડા બાદના દર એક કિલોમીટર દીઠ દરમાં પણ 3 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે.

જો કે રિક્ષા ચાલક યુનિયને 20 રૂપિયા મિનિમમ ભાડાની માગણી કરી હતી. આ ઉપરાંત રિક્ષાના વેઈટિંગમાં હવે 1 મિનિટ વિલંબ થશે તો 1 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. પહેલા વેઈટિંગમાં 5 મિનિટનો વિલંબ થાય તો એક રૂપિયો લેવાતો હતો. ગેસના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો લાંબા સમયથી ભાડા વધારવાની માગણી કરી રહ્યાં હતા. રાજ્ય સરકારે રિક્ષા ભાડામાં કરેલા વધારાના નિર્ણયને રિક્ષા ચાલકોએ પણ આવકાર્યો હતો.

જેમાં રિક્ષાચાલકોઅને હાલ 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું જે 15 રૂપિયા છે તે વધારીને 20 રૂપિયા કરવાની માંગ કરી હતી. તેમજ હાલ પ્રતિ કિલોમીટર ભાડું રૂપિયા 10 છે તે વધારીને 15 કરવાની તેમજ વેઇટિંગ ચાર્જ હાલમાં પાંચ મિનિટનો એક રૂપિયો છે તે વધારીને પ્રતિ મિનિટ એક રૂપિયો કરવામાં આવે.

જો કે સરકારે તેની સામે હાલ 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું જે 15 રૂપિયા છે તે વધારીને 18 રૂપિયા, તેમજ હાલ પ્રતિ કિલોમીટર ભાડું રૂપિયા 10 છે તે વધારીને 13 કરવાની તેમજ વેઇટિંગ ચાર્જ હાલમાં પાંચ મિનિટનો એક રૂપિયો છે તે વધારીને પ્રતિ મિનિટ એક રૂપિયો કરવામાં આવવાની માંગ સ્વીકારી હતી.

આ પણ વાંચો : અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારોમાં ડોકટર ઓન કોલની સુવિધા શરૂ કરશે

આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

Published On - 10:13 pm, Tue, 2 November 21

Next Video