દેશનું ઘરેણું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી, વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી, માત્ર ગાંધીનગરમાં છે : PM MODI

|

Mar 12, 2022 | 1:47 PM

વડાપ્રધાને જણાવ્યું છે કે, રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના પડકારોને અનુરુપ વ્યવસ્થા વિકસિત થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો. પહેલા આ યુનિવર્સિટી ગુજરાત પુરતી સિમિત હતી. પણ હવે તેને કેન્દ્ર સરકારે યોગ્યતા આપી છે.

દેશનું ઘરેણું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી, વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી, માત્ર ગાંધીનગરમાં છે : PM MODI
Raksha Shakti University is the jewel of the country, Gandhinagar is the only forensic science and children's university in the world: PM MODI

Follow us on

Gandhinagar : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી (Raksha Shakti University)દેશભરમાં રક્ષાના ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગતા યુવાનો માટે આ વિસ્તૃત ક્ષેત્ર છે. તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે.

વડાપ્રધાને જણાવ્યું છે કે, રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના પડકારોને અનુરુપ વ્યવસ્થા વિકસિત થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો. પહેલા આ યુનિવર્સિટી ગુજરાત પુરતી સિમિત હતી. પણ હવે તેને કેન્દ્ર સરકારે યોગ્યતા આપી છે. આ યુનિવર્સિટી દેશનું ઘરેણું છે. આજે અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વમાં નમક સત્યાગ્રહ આંદોલન કર્યું. ત્યારે આજે હું સત્યાગ્રહીઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

મોદીએ જણાવ્યું કે, સામાન્ય માન્યતા એવી છેકે, ખાસ કરીને પોલીસ સંદર્ભે કે તેનાથી દૂર રહો. જોકે, સેના યુનિફોર્મમાં આવે છે, તેમને જોઇને આપણને કોઇ સંકટ નહીં આવે તેવો ભાવ આવે છે. ત્યારે ભારતમાં આવા મેનપાવર સુરક્ષાક્ષેત્રમાં લાવવાની જરૂરીયાત છે. સામાન્ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસનો અનુભવ કરાવે તથા ટ્રેનિંગ મોડ્યુલ બદલવાની જરૂર છે અને રક્ષા શક્તિ યુનિવર્સિટી દેશભરમાં વિસ્તરશે. આપણા દેશમાં પોલીસનું વરવું ચિત્ર રજૂ કરાય છે. તે ફિલ્મ હોય કે અખબાર હોય પોલીસના ચિત્રણના કારણે સમાજમાં સત્ય પહોંચતું નથી.

મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે- પીએમ મોદી

એમ મોદીએ જણાવ્યુ હતું કે એક વાર યુનિફોર્મ પહેરીએ એટલે તમને લાગ્યું હશે કે હવે દુનિયા મુઠ્ઠીમાં, પણ એવું ના વિચારતા મિત્રો જયારે મનમાં માનવતા હોય, માનવતા માટે કઈ કરવાની પ્રેરણા આવે ત્યારે યુનિફોર્મનું માન વધે છે.

આ પ્રસંગે મોદીએ વધુમાં જણાવ્યું કે આખા વિશ્વમાં ફોરેન્સિક અને ચિલ્ડ્રન યુનિવર્સિટીની દેન માત્ર ગાંધીનગર પાસે જ છે. ત્યારે રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર શહેરની નવી ઓળખ સમાન બની રહેશે. એક જમાનો હતો IIM બન્યું હતું ત્યારે એક મોડલ તરીકે ગણાતું અને હવે આવનાર દિવસ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નવી ઓળખ બની એક કેન્દ્રનું સ્થાન બનશે. આ પોલીસ ફોર્સ યુનિવર્સિટી નથી રક્ષા આપતી યુનિવર્સિટી છે.

વધુમાં પીએમએ ઉમેર્યું કે સેનામાં પણ દીકરીઓ ઉચ્ચ પદ ઉપર છે, જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં દીકરીઓ નથી ,બેટીઓમાં જે શક્તિ છે તેમાં સુરક્ષા, શિક્ષણ તમામ ક્ષેત્રોમાં પ્રભાવ વધ્યો છે.

અમિત શાહે (Amit Shah) જણાવ્યું છેકે, ફોરેન્સિક યુનિવર્સીટીએ અન્ય રાજયોમાં તેના કેમ્પસ વધાર્યા છે. તેમ હવે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિવર્સિટી પણ ખુબ ઝ઼ડપથી કેમ્પસ ખોલશે. DySP, PSI અને કોન્સ્ટેબલ બનવા માગતા યુવાનોને એ લેવલની પ્રોફેશનલ ટ્રેનિંગ અપાશે.



આ પણ વાંચો :  Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન

આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી

 

Published On - 1:37 pm, Sat, 12 March 22

Next Article