રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના

|

Mar 24, 2022 | 7:04 AM

રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરવા પહોંચે ત્યારે પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડાશે. આ ઉપરાંત ગૃહમાં શિસ્તનું પાલન કરવા સુચના આપવામાં આવી છે. અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્ટ્રપતિની મુલાકાત માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે, સવારે 11 વાગ્યે વિધાનસભામાં સંબોધન કરશે, ગૃહમાં શિસ્ત જાળવવા સુચના
President Ramnath Kovind (File photo)

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )24 માર્ચે ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિધાનસભામાં (Gujarat Legislative Assembly) સંબોધન કરશે. તથા, 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગર (Jamnagar) માં INS વાલસુરા નેવી મથકની મુલાકાત લેશે. નોંધનીય છેકે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડોક ફેરફાર પણ થયો છે. રાષ્ટ્રપતિ દ્વારકાની મુલાકાતે 24 માર્ચે જવાના હતા. પરંતુ, રાષ્ટ્રપતિનો દ્વારકા (Dwarka) પ્રવાસે રદ કરવામાં આવ્યો છે. ગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરવાના છે. રાષ્ટ્રપતિની વિધાનસભા મુલાકાતના કારણે ગૂરૂવારે એક બેઠક રદ્દ કરવામાં આવી છે. ગૂરૂવારે બપોરે 1 વાગે વિધાનસભા સક્ષની બેઠક શરૂ થશે. જ્યારે રદ કરાયેલી બેઠક હવે આગામી રદ્દ થયેલી બેઠક મંગળવારે મળશે. રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરવા પહોંચે ત્યારે પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડાશે. આ ઉપરાંત ગૃહમાં શિસ્તનું પાલન કરવા સુચના આપવામાં આવી છે. અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્ટ્રપતિની મુલાકાત માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

25 માર્ચે રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ 

  1. 24 માર્ચ- સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  2. 24 માર્ચ- સવારે 10:00 કલાકે રાજ ભવન પહોંચશે
  3. 24 માર્ચ- 10.50 કલાકે ગુજરાત વિધાનસભા પહોંચશે
  4. 24 માર્ચ-11 વાગ્યાથી 11.40 સુધી વિધાનસભાની મુલાકાતે
  5. 24 માર્ચ- 15-20 મિનિટનું સંબોધન કરશે
  6. 24 માર્ચ- 11.45 કલાકે રાજભવન પરત ફરશે
  7. 24 માર્ચ-રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે
  8. 25 માર્ચ- સવારે 7.55 કલાકે અમદાવાદથી જામનગર રવાના થશે
  9. 25 માર્ચ- સવારે 9 કલાકે જામનગર એરપોર્ટ પહોંચશે
  10. 25 માર્ચ-9.30 કલાકે INS વાલસૂરા પહોંચશે
  11. 25 માર્ચ- 12 વાગ્યા સુધી INS વાલસૂરા ખાતે નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે
  12. 25 માર્ચ- 12.20 કલાકે જામનગરથી દિલ્હી જવા રવાના થશે

આ પણ વાંચોઃ Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’એ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

આ પણ વાંચોઃ Ahmedabad: કોતરપુર વોટર પ્લાન્ટનું 26 માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરાશે લોકાર્પણ

Published On - 6:54 am, Thu, 24 March 22

Next Article