ગુજરાતના મુખ્ય પ્રધાનની રેસમાંથી પ્રફુલ પટેલ પણ બહાર, દિલ્હીમાં કરશે પીએમ મોદી સાથે બેઠક

|

Sep 11, 2021 | 11:08 PM

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ પણ ગુજરાતના નવા સીએમ પદની રેસમાંથી બહાર થયું છે. જેમાં તેવો ગુજરાત આવવાના બદલે દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં મળશે.

ગુજરાત(Gujarat)માં સીએમ રૂપાણીના(Cm Rupani)રાજીનામા બાદ નવા સીએમના નામની ચર્ચામાં રહેલા પ્રફુલ પટેલનું(Praful Patel)નામ પણ સીએમ પદની રેસમાંથી બહાર નીકળી ગયા છે. આ પૂર્વે ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સ્પષ્ટતા કરી હતી કે સીએમ પદની રેસમાં નથી જે સીએમ બનશે તેમની સાથે રહીને મિશન 182 માટે કામ કરીશું.

આ દરમ્યાન મળી રહેલા સમાચાર મુજબ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ પણ નવા ગુજરાતના  સીએમ પદની રેસમાંથી બહાર થયું છે. જેમાં તેવો ગુજરાત આવવાના બદલે દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં મળશે ને રાજ્યની રાજકીય અને સામાજિક સ્થિતિ અંગે ચર્ચા કરશે.

જેમાં ગુજરાતના નીતિન પટેલ, મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પણ સીએમની રેસમાં છે. આ સાથે જ બે નાયબ પ્રધાન બનાવવાની વિચારણા થઈ રહી છે. એક નાયબ પ્રધાન OBC સમાજમાંથી હોઇ શકે છે, જ્યારે બીજા નાયબ પ્રધાન આદિવાસી સમાજમાંથી હોઇ શકે છે. આમ જાતિગત સમીકરણો દ્વારા ભાજપ વિરુદ્ધના અસંતોષને શાંત કરવાનો પ્રયત્ન થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સીએમ વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે પ્રદેશ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે.આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ પણ હાજર રહેશે. તેમજ વિધાયક દળની બેઠક ક્યારે બોલાવવી તે અંગે અંતિમ નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે અને વિધાયક દળની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના ચહેરાની જાહેરાત કરવામાં આવશે તેમ પ્રદેશ પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અત્યાર સુધી ભાજપના પાંચ મુખ્યમંત્રી બદલાયા, આવા રહ્યાં છે રાજકીય પ્રવાહો

આ પણ વાંચો :Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી 

Published On - 10:59 pm, Sat, 11 September 21

Next Video