Gujarat ના નવા મંત્રીમંડળની પસંદગીમાં નો- રિપીટ થીયરી અમલમાં મુકાવાની શક્યતા

|

Sep 15, 2021 | 12:56 PM

સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ સાંજે યોજાવવાની શક્યતા છે. જ્યારે મંત્રીમંડળના નામો ફાઇનલ કરવા માટે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

ગુજરાતના(Gujarat)સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)નવા મંત્રીમંડળની(Cabinet)રચનાને લઇને અટકળો તેજ બની છે. હાલ મંત્રીમંડળના નવા નામો અને જેને મંત્રીમંડળમાંથી દૂર કરવાના છે તે નામોની ચર્ચા જોરો પર છે. જેમાં સામે આવેલી વિગતો મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથ વિધિ સાંજે યોજાવવાની શક્યતા છે. જ્યારે મંત્રીમંડળના નામો ફાઇનલ કરવા માટે સી. આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ દરમ્યાન મંત્રીમંડળમાં નામોને લઇને જે ચર્ચા છે તેમાં આ વખતે નો રિપીટ થીયરી અમલમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. જેના પગલે સમગ્ર મંત્રીમંડળ જ નવું આવે તેવી પ્રબળ શક્યતા છે.

જયારે એક તરફ નવા કેબિનેટ પ્રધાનોની કોણ બનશે તેની ચર્ચા થઈ રહી છે. તેવામાં સ્વર્ણિમ સંકુલમાં ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈશ્વર પરમારની કેબિન ખાલી કરવામાં આવી છે.. ત્યારે જે રીતે ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.. કે, લોકો ચર્ચા છે કે, જે પ્રધાનોની ઓફિસ ખાલી કરવામાં આવી છે તેમના પત્તા કપાવાની સંભાવના વધુ છે.

આ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે…આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

આ પણ  વાંચો : Jamnagar : કાલાવડમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા, અનેક ગામો બેટમાં ફેરવાયા

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

Published On - 12:52 pm, Wed, 15 September 21

Next Video