ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના (Jagdish thakor) એક નિવેદથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાને કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે. અને આજે પણ કોંગ્રેસ (Congress) પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. અમદાવાદમાં (Ahmedabad) મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલન જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું, આ નિવેદનથી દેશને ખુબ જ નુકસાન થશે અને નુકસાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે.
બીજી તરફ ભાજપે જગદીશ ઠાકોરના નિવેદનની આકરી ટીકા કરી.ભાજપ નેતા યમલ વ્યાસે કહ્યું, જગદીશ ઠાકોરનું નિવેદન ભાગલા પાડનારૂ અને તૃષ્ટીકરણના રાજકારણને લઈને હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.કોંગ્રેસે ક્યારેય લોકોના હિતમાં નથી કામ કર્યું છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર શરૂ થયો છે. મુખ્યપ્રધાનના નિવાસ્થાને પાટીદારોની (patidar) મોટી બેઠક યોજાઇ હતી .આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના (international Patidar fedration) નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ, (naresh patel) બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ હતી.
Published On - 10:48 am, Thu, 21 July 22