ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં PM મોદીએ, સી આર પાટીલના કર્યા વખાણ, ગુજરાતમાં જીતનો શ્રેય પાટીલને આપ્યો

|

Dec 14, 2022 | 2:32 PM

આજે દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે સાંસદો અને નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં PM મોદીએ, સી આર પાટીલના કર્યા વખાણ, ગુજરાતમાં જીતનો શ્રેય પાટીલને આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સી આર પાટીલ

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામ આવી ચુક્યા છે. ગુજરાતમાં ભાજપ 156 સુધી પહોચી ગઈ છે. હિન્દુત્વથી લઈને વિકાસની રાજનીતિની કેડી પર વળનારા ભાજપ માટે માર્ગદર્શક ચેહરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી  એક સુપરમેન તરીકે સાબિત થયા છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને તોડીને એક નવો જ ઈતિહાસ કરી નાખ્યો છે. ગુજરાતમાં ભાજપની એન્ટ્રી બાદ પક્ષ અને વિકાસના રેકોર્ડ તુટતા રહ્યા છે. ત્યારે આ સમગ્ર જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો છે. દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પીએમ મોદીએ સી આર પાટીલના વખાણ કર્યા હતા.

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પીએમ મોદીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના કર્યા વખાણ. આજે દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે સમયે સાંસદો અને નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. જોકે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન જીતનો શ્રેય સી.આર. પાટિલ અને કાર્યકરોને આપ્યો હતો. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું હતું કે- જીતનો શ્રેય તેમને નહીં પણ પાટિલને આપો. પાટિલે ક્યારેય ફોટો નથી પડાવ્યો. તેઓ મંચ પાછળ રહીને સંગઠન માટે કામ કરતા રહ્યા છે. બેઠક બાદ આ અંગે સીઆર પાટિલે કહ્યું કે- પીએમ મોદીએ આ પ્રસંગે કાર્યકરોને યાદ કર્યા તે માટે તેઓ તેમના આભારી છે.

Next Article