PM Modi Gujarat Visit : પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, બે દિવસના ગુજરાત પ્રવાસે

|

Jun 17, 2022 | 8:49 PM

PM Modi Gujarat Visit : પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. તેમનું સીએમ  ભૂપેન્દ્ર પટેલ સહિત  અનેક નેતાઓએ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું.

PM Modi Gujarat Visit : પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, બે દિવસના ગુજરાત પ્રવાસે
PM Modi Gujarat Visit

Follow us on

PM Modi Gujarat Visit :  પીએમ મોદી(PM Modi) બે દિવસના ગુજરાત(Gujarat)  પ્રવાસે આજે સાંજે અમદાવાદ(Ahmedabad)  એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું  સ્વાગત કર્યું હતું.આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનને આવકાર્યા હતા.એરપોર્ટ ખાતે PM મોદીના આગમનને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ  પીએમ મોદી રાજભવન ખાતે  રાત્રી રોકાણ કરશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ( Hiraba) 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. આ પહેલા પીએમ મોદી માર્ચમાં તેમની માતા હીરાબાને મળ્યા હતા. હવે ફરી તેમના જન્મદિવસ નિમીતે તેઓ હીરાબાના આશિર્વાદ લેશે.આ ઉપરાંત પીએમ મોદી પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. તેઓ વડોદરામાં જનસભાને પણ સંબોધશે. જો કે આ દરમ્યાન પીએમ મોદી પોતાના વતન વડનગર નહી જાય તેમજ વડોદરાથી જ દિલ્લી જવા રવાના થશે.

પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે. જ્યાં સવારે 9-15 કલાકે પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે. ત્યારબાદ તેઓ 11.30 કલાકે પાવાગઢ નજીક વિરાસત વનની મુલાકાત લેશે.

વડોદરામાં “ગુજરાત ગૌરવ અભિયાન”માં જોડાશે

વિરાસત વનની મુલાકાત બાદ પીએમ મોદી વડોદરા જશે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં હાજરી આપશે. એટલું જ નહીં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8,907 આવાસનું લોકાર્પણ કરશે તો વડોદરામાં ગતિશક્તિ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરશે. રેલવે વિભાગના વિવિધ પ્રોજેક્ટ અંતગર્ત 16,369 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે 18 જૂને અમદાવાદ-બોટાદના લોકોને પીએમ મોદી વિકાસની ભેટ આપશે. 18 જૂને અમદાવાદ-બોટાદ વચ્ચે રેલવે લાઈન શરૂ કરાશે. અમદાવાદ-બોટાદ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવશે.

પીએમ મોદીની સભામાં 5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા

18મી જુને વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન વડોદરામાં એક સભાને સંબોધવાના છે. આ સભા સ્થળે અંદાજે 5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે.સભા સ્થળે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ તૈયારીઓ માટે 10 જેટલા સિનિયર આઈએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. વડોદરા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે, વડોદરામાં તૈયાર કરાઈ રહેલો ડોમ એશિયાનો સૌથી મોટો ડોમ છે. જે ફાયર અને વોટરપ્રૂફ છે.

આ દરમ્યાન આજે પીએમ મોદીના વડોદરાના પ્રવાસના લઇને પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ અને વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા,પક્ષના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ જોડાયા હતા. તેમજ તમામ વ્યવસ્થાની જાણકારી મેળવવાની સાથે સૂચિત વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વિગતવાર સૂચનાઓ આપી હતી. તેમણે મુખ્ય મંચ તેમજ વિવિધ આમંત્રિતો અને લોકો માટે બેઠક વ્યવસ્થા,પાર્કિંગ વ્યવસ્થા ઇત્યાદિની વિગતવાર જાણકારી મેળવવાની સાથે નિરીક્ષણ કર્યું હતુ.પૂર્વ મેયર ભરત ડાંગર અને અગ્રણીઓ તેમની સાથે રહ્યાં હતા.

Published On - 8:21 pm, Fri, 17 June 22

Next Article