PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક દિવસ માટે વતન ગુજરાત આવી રહ્યા છે.પીએમ મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ 4400 કરોડના વિવિધ વિકાસકાર્યોની ગુજરાતના નાગરિકોને ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 કલાકે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે.જ્યાંથી તેઓ સીધા જ ગિફ્ટ સિટી ખાતે આયોજીત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે.આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે આયોજીત અમૃત આવાસોત્સવમાં ઉપસ્થિત રહેશે અને રૂપિયા 1,946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે
જ્યારે બપોરના સમયે એક કલાક સુધી પીએમ મોદી રાજભવનમાં રોકાણ કરશે.જ્યારે 3 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન, સંગઠનના પદાધિકારીઓ અને મુખ્ય સચિવો સાથે ગિફ્ટ સિટીમાં મહત્વની બેઠક યોજશે. ગુજરાતમાં આગમન બાદ વડાપ્રધાન મોદી સૌપ્રથમ ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનમાં ઉપસ્થિત રહેશે.ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આવેલા ફાર્મમાં દરમિયાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ વખતના સંમેલનની થીમ ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ છે.
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે… જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે… પીએમ મોદી મોદી મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ. 1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.
જે અંતર્ગત કુલ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાધશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદી ‘ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી’ (ગિફ્ટ સિટી)ની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગિફ્ટ સિટી ખાતે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન મોદી ‘અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ’ અને ‘ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સેગ્રિગેશન પ્લાન્ટ’ સહિત શહેરની મુખ્ય માળખાકીય સુવિધાઓની પણ મુલાકાત લેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:23 am, Fri, 12 May 23