CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત

|

Dec 10, 2021 | 7:27 PM

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સાંસદો મળ્યા હતા. ત્યારે મળીને પાટીદાર આંદોલન સમયના કેસ પાછા લેવાની તેમણે રજૂઆત કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત
CM Bhupendra Patel

Follow us on

Gandhinagar: ગુજરાતના પાટીદાર સાંસદોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) મળીને પાટીદાર આંદોલન (Patidara Andolan) સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી છે. રાજકોટના (Rajkot) સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય કે કેસ થયા હોય તો તે પણ પાછા ખેંચાવા જોઈએ. આ રજૂઆત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક જવાબ આપ્યો હોવાનું મોહન કુંડરિયાએ જણાવ્યું છે.

તો પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કહ્યું કે બે મહિનામાં જ કેસો પાછા ખેંચાઈ શકે છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે. આ કેસો સરકારે અગાઉ પણ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેસ પાછા ખેંચવામાં કોઈક કારણસર વિલંબ થઈ રહ્યો છે.

ત્યારે સંસદના શિયાળુ સત્રમાંથી પરત ફરેલા ગુજરાતના પાટીદાર સાંસદો સીધા CMને મળવા પહોંચ્યા હતા. જેમાં મોહન કુંડારિયા, રમેશ ધડૂક, શારદાબેન પટેલ, મિતેષ પટેલ અને હસમુખ પટેલે રજૂઆત કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણિયા સહિતના બિનરાજકીય લોકોએ થોડા દિવસ પહેલા CM સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ઉમિયા માતા સંસ્થાન ઊંઝાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત PAASના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા પણ હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પાસના કન્વીનર અને પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં અનેક મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

તો થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠક મળી હતી. જેમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

 

 

આ પણ વાંચો: જામનગરમાં જલસો: મુકેશ અંબાણીના પૌત્રની બર્થ ડે પાર્ટીમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડીઓ, શાનદાર હશે ઉજવણી

આ પણ વાંચો: KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

Next Article