ભાદરવામાં જામશે અષાઢી માહોલ, આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

|

Sep 14, 2022 | 8:31 AM

રાજયમાં હાલ આગાહીને (Rain forecast) ધ્યાને રાખી ભરૂચ, ભાવનગ,ગીર સોમનાથ, કચ્છ, નર્મદા,નવસારી,રાજકોટ,સુરતમાં એક-એક NDRFની ટીમ તૈનાત કરાઈ છે.

ભાદરવામાં જામશે અષાઢી માહોલ, આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
Rain forecast for gujarat

Follow us on

ચોમાસુ (Monsoon 2022) અંતિમ ચરણમાં છે, ત્યારે જતા-જતા પણ મેઘરાજા મહેરબાન વરસવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ થશે. તો 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના (Gujarat) નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદની સંભાવના

મહત્વનું છે કે, 17-18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે છે.નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે.પરંતુ વિદાય સમયે નવરાત્રીમાં વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

રાજયમાં હાલ આગાહીને (Rain forecast) ધ્યાને રાખી NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ, ભાવનગ,ગીર સોમનાથ, કચ્છ, નર્મદા,નવસારી,રાજકોટ,સુરતમાં એક-એક NDRFની ટીમ તૈનાત કરાઈ છે. ઉપરાંત ગાંધીનગરમાં (Gandhinagar) 2 અને વડોદરામાં5 એમ કુલ 07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની 11 ટીમ પણ સ્ટેન્ડબાય છે.

 

રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર (મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

 

Next Article