ગુજરાતમાં નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા લેવાયો વધુ એક નિર્ણય

|

Jan 11, 2023 | 6:08 PM

ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને તેમજ 6 ઝોનમાં 88 મળી કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરાયા છે. રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે

ગુજરાતમાં નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા લેવાયો વધુ એક નિર્ણય
રખડતા ઢોર પર રખાશે CCTVથી અવાજ
Image Credit source: File Image

Follow us on

ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને તેમજ 6 ઝોનમાં 88 મળી કુલ 105 કેટલ પોન્ડ કાર્યરત કરાયા છે. રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

ખસીકરણની કામગીરી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવશે. સમગ્ર ખસીકરણ કામગીરી વેટેરનરી કૉલેજોના અધ્યાપકો તથા પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓના સંકલનથી હાથ ધરાશે. આ ટીમમાં 1 પશુચિકિત્સા અધિકારી, 2 પશુધન નિરિક્ષક અને 2 હેન્ડલરનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત ખસીકરણની કામગીરી વખતે આખલાઓને ઈયર ટેંગીગ પણ કરવામાં આવશે. ત્યાર બાદ ખસીકરણ કર્યાના એક સપ્તાહ પછી આખલાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય મેળવતી સંસ્થાઓમાં મોકલવામાં આવશે.

Next Article