વિધાનસભા ગૃહમાં (assembly)શોકદર્શક ઉલ્લેખો, ચૌદમી વિધાનસભાના દસમાં સત્રના પ્રારંભ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં દિવંગત સભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)ગૃહના નેતા તરીકે ભાવાંજલિ, વિધાનસભા ગૃહે મૌન પાળી શોકાંજલી આપી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14મી ગુજરાત વિધાનસભાના દસમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં સ્વરસામ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકર, ગુજરાત વિધાનસભાના સભ્ય સ્વ. ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. પ્રતાપસિંહ હીરાભાઇ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ કાળીદાસ પટેલ, સ્વ. ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહીલ, ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ. અંબાલાલ જયશંકર ઉપાધ્યાય, સ્વ. જગદીશચંદ્રજી દોલજીભાઇ ડામોર, સ્વ. જોરૂભા જેઠુભા ચૌહાણના અવસાન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી સદગત આત્માઓની શાંતિની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ આ દિવંગત સભ્યો તેમજ સ્વરસામ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરની જાહેર જીવનની પ્રતિભા તેમજ જનસેવા-સમર્પણની સરાહના કરી હતી.વિધાનસભાગૃહના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય તેમજ મંત્રીમંડળના મંત્રીઓ, વિપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
ગુજરાત વિધાનસભા સત્રની (Legislative assembly) શરૂઆત થઇ છે. ત્યારે રાજયપાલ હાઉસમાં પહોંચ્યા હતા. અને, રાજયપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસે વિવિધ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યો હતા. અને, આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Home Minister Harsh Sanghvi)રાજીનામાની માગણી કરી છે. કોંગ્રેસે ગૃહમાં “ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયાનું રાજ” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો (Congress) દેખાવો કરતા વેલમાં ધસી આવ્યા હતા. જેથી રાજ્યપાલે પોતાનું ભાષણ ટુંકાવવાની ફરજ પડી હતી. આ દરમિયાન પણ કોંગ્રેસના સૂત્રોચ્ચાર યથાવત રહ્યા હતા. જેથી રાજયપાલ ગૃહમાંથી રવાના થયા હતા.
વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર
આ પણ વાંચો : ધ્રાંગધ્રાના આ વ્યક્તિએ 8 વર્ષમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે 31000થી વધુ ચકલીના માળા
Published On - 5:22 pm, Wed, 2 March 22