GANDHINAGAR : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગર્વથી કહીએ છીએ કે કાશ્મીર આપણું છે”

|

Dec 05, 2021 | 5:18 PM

Youth Parliament of India 2021 : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોરોનાકાળમાં ગુજરાત અને ગુજરાતીઓએ કરેલી કામગીરીન પ્રસંશા કરી હતી અને સાથે જ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી સહીત અન્ય વાત પણ કરી હતી.

GANDHINAGAR : કર્ણાવતી યુનિવર્સીટી દ્વારા યુથ પાર્લામેન્ટ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે 4 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે યુથ પાર્લામેન્ટ 2021નું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ સંબોધન કર્યું હતું. મુખ્યપ્રધાને ઝાલર વગાડીને આ યુથ પાર્લામેન્ટની વિધિવત શરૂઆત કરાવી હતી સાથે જ તેની ભવ્ય સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. ભારત સરકારના પાર્લામેન્ટ્રી અફેર્સ વિભાગના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાંસાંસદ સી.આર. પાટિલ, પ્રખર વક્તા જ્ઞાનવત્સલસ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તો આજે યુથ પાર્લામેન્ટ 2021ના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ કોરોનાકાળમાં ગુજરાત અને ગુજરાતીઓએ કરેલી કામગીરીન પ્રસંશા કરી હતી અને સાથે જ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ની નાબુદી સહીત અન્ય વાત પણ કરી હતી. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં સમાનતાની વાત કરેવામાં આવે છે અને જયારે રાજ્ય એટલે કે જમ્મુ-કશ્મીરની વાત આવે તો બે ઝંડા મંજૂર છે. તેમણે કહ્યું અમે ગર્વથી કહીએ છીએ કે કાશ્મીર આપણું છે. અહી બેઠેલો દરેક યુવાન કહી રહ્યો છે કે કાશ્મીર આપણું છે, કેમ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

તેમણે કહ્યું ભારત દેશમાં કાશ્મીર અંગે પ્રત્યેક નાગરિકના મનમાં એ ઈજ્જત છે, જે માઈનોરિટી પ્રત્યે છે. કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી એનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કાશ્મીર ભારતનું એક જ એવું રાજ્ય હતું જ્યાં ભારત દેશની કોઇપણ નાગરિક સંપત્તિ ખરીદી શકતો ન હતો. ભારતનો કોઈ નાગરિક કાશ્મીરનો ન થઇ શકે. કાશ્મીરનો નાગરિક આખા દેશમાં ગમે ત્યાં જાય તો આપણે ભાઈચારાની દૃષ્ટિએ જ જોયા છે. કાશ્મીરનો વિકાસ 370 હટાવ્યા બાદ થયો છે.

આ પણ વાંચો : JAMNAGAR : નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે INS વાલસુરા ખાતે બિટિંગ ધ રીટ્રિટ કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો : BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન, ‘BSFને વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રદાન કરવા સરકાર પ્રતિબદ્ધ’

Next Video