Monsoon 2023: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો, 90 જળાશય હાઈ એલર્ટ પર

|

Sep 18, 2023 | 2:45 PM

ગુજરાતમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે.

Monsoon 2023: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો, 90 જળાશય હાઈ એલર્ટ પર

Follow us on

Monsoon 2023 : ગુજરાતમાં સપ્ટેમ્બર માસના ચોમાસાના રાઉન્ડમાં જળાશયોમાં (water reservoirs) પાણીની સારી એવી આવક થઈ છે. રાજ્યની મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જળસંગ્રહ થયો છે તો 90 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) પણ છલોછલ ભરાઇ ગયો છે.

આ પણ વાંચો –Anand Rain : બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર, જુઓ Video

ગુજરાતમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ

ગાંધીનગરમાં આવેલા સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં 3,34,080 MCFT જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 100 ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળ પરિયોજનાઓમાં 4,98,312 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 89.29 ટકા જેટલો નોંધાયો છે.

28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યભરના કુલ 28 જળાશયોમાં (સરદાર સરોવર સહિત) 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. 100 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ, 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ, 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં 75.67 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 78.77 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article