Monsoon 2022 : Gujarat માં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

|

Aug 09, 2022 | 9:41 PM

ગુજરાતમાં (Gujarat)  આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે.મોન્સૂન ટર્ફ પસાર થતાં ગાજવીજ સાથે વરસાદની(Monsoon 2022)  આગાહી છે. જેમાં  લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેનાથી અતિભારે વરસાદ પડી શકે છે

ગુજરાતમાં (Gujarat)  આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે.મોન્સૂન ટર્ફ પસાર થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022)  આગાહી છે. જેમાં  લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેનાથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે.અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 18 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં કોડિનાર અને વીજાપુરમાં અઢી-અઢી ઇંચ વરસાદ ખાબકયો છે. જેમાં સંતરામપુર અને પોરબંદરમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં કડાણા, મોડાસા અને વડાલીમાં પણ બે-બે ઇંચ વરસાદ ખાબકયો છે. તેમજ
છેલ્લા 2 કલાકમાં 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જયારે 2 કલાકમાં કોડિનારમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.

Published On - 9:40 pm, Tue, 9 August 22

Next Video