Gandhinagar: મોદીએ કહ્યું વિશ્વમાં અત્યારે અન્ન સંકટ પેદા થયું છે, ત્યારે આપણે ત્યાં તો ભંડાર ભરેલા છે

|

Apr 12, 2022 | 1:15 PM

મોદીએ ફરીથી કુપોષણના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે મા અન્નપુર્ણાય જ્યાં બીરાજમાન છે તે ગુજરાતમાં કુપોષણ (Malnutrition) કઈ રીતે હોઈ શકે. આપણે ત્યાં ભોજનની કોઈ કમી નથી પણ ભોજનના અજ્ઞાનના કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે.

Gandhinagar: મોદીએ કહ્યું વિશ્વમાં અત્યારે અન્ન સંકટ પેદા થયું છે, ત્યારે આપણે ત્યાં તો ભંડાર ભરેલા છે
Modi virtually inaugurated the Annapurna Dham Trust hostel

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ ગાંધીનગરના (Gandhinagar) અડાલજમાં (Adalaj) શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની છાત્રાલય ( Annapurnadham Trust Hostel)અને શિક્ષણ સંકુલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે માતા અન્નપુર્ણાના આપ સૌ પર આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરું છે. તેમણે અન્નનું મહત્તવ સમજાવતાં કહ્યું કે અત્યારે વિશ્વ સામે એક નવી સમસ્યા ઉભી છે. અત્યારે અન્ન સંકટ ઉભું થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન સાથે પણ આ મુદ્દે વાત થઈ છે. મે તેમને કહ્યું છે કે અમારી પાસે અનાજના ભંડાર ભરેલા છે. જો WTO તરફથી મંજૂરી આપવામાં આવે તો અને  કાલે જ અનાજ આપવા તૈયાર છીએ. આપણે ખેડૂતોએ માતા અન્નપુર્ણાના આશીર્વાદથી મોટા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કર્યું છે.

PM મોદીએ ફરીથી કુપોષણના મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે મા અન્નપુર્ણાય જ્યાં બીરાજમાન છે તે ગુજરાતમાં કુપોષણ કઈ રીતે હોઈ શકે. આપણે ત્યાં ભોજનની કોઈ કમી નથી પણ ભોજનના અજ્ઞાનના કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે. આ અજ્ઞાન દૂર કરીને આપણે સ્વસ્થ સમાજ બનાવવાનો છે. ભોજન એ આરોગ્યનું પહેલું પગથીયું છે. આથી પોષણ અભિયાન આખા દેશમાં ચલાવવાનું છે. ભોજનના અભાવને કાણે નહીં પણ ભોજનના અજ્ઞાનના કારણે કુપોષણ વધે છે. દેશમાં અનાજની કોઈ કમી નથી. કોરોના કાળમાં આપણે બે વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું છે. આ વાત જાણીને આખું વિશ્વ અચંબામાં પડી ગયું છે.

તેમણે કહ્યું કે હવેનો સમય સ્કિલ ડેવલપમેન્ટનો છે. બાળકોને આ દિશામાં આગળ વધવા માટે આપણે શું કરી શકીએ તેના પર ધ્યાન આપવું મહત્ત્વનું છે. આપણે ઇન્ડ્સ્ટ્રી 4.ઓ માટેના સ્કીલ ડેવલપમેન્ટ કરૂવું જરુરી છે. આ માટે કામ કરવું પડશે. ગુજરાતીઓના સહજ સ્વાભાવમાં ઉદ્યોગ છે. આપણા દેશની પહેલી ફાર્મસી કોલેજ ગુજરાતે કરી હતી. આજે ફાર્મસીમાં ગુજરાતનો ડંકો વાગ્ચો છે. આ જ રીતે ઇન્ડસ્ટ્રી 4.ઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ તૈયાર કરવાનું છે અને તેમાં પણ આપણે દેશનું રાહબર બનવાનું છે. આ સાથે મોદીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની ફરીથી હાકલ કરી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024


આ પણ વાંચોઃ Gujarat Election 2022: હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે, પાટીદાર આંદોલનના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી

આ પણ વાંચોઃ  Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article