પ્રતિબંધ હટાવ્યા પછી ગુજરાતના ‘ગિફ્ટી સિટી’માં કેટલો દારૂ પીવામાં આવ્યો? સરકારે ચાર મહિનાનો ડેટા કર્યો જાહેર

GIFT City Liquor News : ગયા વર્ષે ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી'માં દારૂ પીવાની મંજૂરી આપી હતી. ગાંધીનગર નજીક આવેલું ગિફ્ટ સિટી ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં શરતો સાથે દારૂ પીવાની પરવાનગી છે. દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ચર્ચામાં આવી હતી.

પ્રતિબંધ હટાવ્યા પછી ગુજરાતના ગિફ્ટી સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો? સરકારે ચાર મહિનાનો ડેટા કર્યો જાહેર
gandhinagar Gift City
| Updated on: Jun 28, 2024 | 10:47 AM

ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની પરવાનગી આપી હતી. આ પછી ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે.

આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ આપ્યા હતા. સરકાર દ્વારા લીક કરવામાં આવેલા ડેટામાં બહાર આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીમાં કેટલો દારૂ પીવામાં આવ્યો છે?

જાણો કેટલી પરમિટ આપવામાં આવી?

ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં છેલ્લા ચાર મહિનામાં એટલે કે 1 માર્ચથી 25 જૂન સુધીમાં કુલ 650 લિટર દારૂનું વેચાણ થયું હતું. જેમાં કુલ 450 લીટર બિયરનો જથ્થો હતો. માહિતી અનુસાર 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ જ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે. આ લાયસન્સ તેમને આપવામાં આવ્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર ગિફ્ટ સિટીમાં 24,000થી વધુ લોકો કામ કરે છે. સરકારે અહેવાલ આપ્યો છે કે 1 માર્ચથી માત્ર 250 મુલાકાતીઓને પરમિટ આપવામાં આવી છે. સરકારના નશાબંધી વિભાગે 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

ઓછા વેચાણનું કારણ શું છે?

ગિફ્ટ સિટીના લાયસન્સ સાથે દારૂ પીવાની છૂટ મળ્યા બાદ પણ વેચાણ ઓછું થયું છે. વિભાગના જણાવ્યા મુજબ એવું બહાર આવ્યું છે કે દારૂના ઓછા વેચાણ પાછળનું મુખ્ય કારણ એ છે કે ગિફ્ટ સિટીની અંદર વેચાતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનો કરતા ત્રણ ગણી વધારે છે.

બીજું મોટું કારણ એ છે કે યજમાનનું (હોસ્ટ- ત્યા કામ કરતા લોકો) દરેક સમયે મુલાકાતીની સાથે હોવું જરૂરી છે. અહીં યજમાન એટલે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી. તેથી મુલાકાતીએ પણ દારૂ પીવામાં રસ દાખવ્યો નથી. જેના કારણે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટછાટને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે.