ગુજરાત સરકારનો ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો

|

Aug 17, 2021 | 7:07 PM

ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ખેડૂતોએ આ ખેડૂતલક્ષી નિર્ણયનું સ્વાગત કર્યું છે.પણ સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કલ્પસરની યોજનાને વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ત્યારે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં રાજ્યના ૩૯ જળાશયોમાંથી 9.5 લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એટલે કે રાજ્યમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.જેનો ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ખેડૂતોએ આ ખેડૂતલક્ષી નિર્ણયનું સ્વાગત કર્યું છે.પણ સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કલ્પસરની યોજનાને વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે.

જળસંપત્તિ વિભાગના સચિવે જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચની વેબસાઈટ હેક કરીને બનાવાયા ચૂંટણી કાર્ડ, એક શખ્સની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : GSRTC 50 ઈલેક્ટ્રીક બસો દોડાવશે , જાણો ઈ-બસમાં મુસાફરોને કઈ કઈ સુવિધાઓ મળશે

Published On - 7:05 pm, Tue, 17 August 21

Next Video