ગાંધીનગર નજીકના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ ખાતે બની રહ્યાં છે ધ્યાન-યોગ કેન્દ્ર, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા

|

May 10, 2022 | 6:43 PM

કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર નજીકના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ ખાતે બની રહ્યાં છે  ધ્યાન-યોગ કેન્દ્ર, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા
CM at Kantharpur

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ગાંધીનગર (Gandhinagar) નજીક દહેગામ તાલુકાના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપૂર વડની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના દિશાદર્શનમાં આ કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા 6 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે સવારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પ્રવાસન સચિવ હારિત શુક્લ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ, અગ્ર મુખ્ય વનસંરક્ષક રામકુમાર, તેમ જ ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા. તેમણે નિર્માણાધીન વિવિધ કાર્યોની વિગતો મેળવી હતી તેમ જ સાઈટ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો પણ કર્યાં હતાં.

મુખ્યમંત્રીએ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો અને ભૂલકાઓ સાથે સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા 14.96 કરોડના ખર્ચે જે કામો તબક્કાવાર રીતે હાથ ધરવાનાં છે, તે નિશ્ચિત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂરાં થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કંથારપૂર વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મિનિ કબીર વડ તરીકે પણ ઓળખાય છે. અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકરથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈઓ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ નેમને સાકાર કરતા યાત્રાધામ પ્રવાસન વિકાસનાં કામો આ સ્થળે ઝડપભેર ઉપાડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન આ વિકાસકામોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

Published On - 6:41 pm, Tue, 10 May 22

Next Article