Gujarati NewsGujaratGandhinagarJunior clerk exam: more than 500 squads in 32 districts, candidates have to reach the center by 11.45 pm, know all the details related to the exam
Junior clerk exam: ઉમેદવારના બેંક ખાતામાં જમા થશે મુસાફરી ભથ્થું, જુનિયર કલાર્ક પરીક્ષાને લઇ વાંચો એ માહિતી કે જે તમારે જાણવી જરૂરી છે
પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે. એટલું જ નહિં કોઇપણ વ્યક્તિ પેપરફોડવાની હિંમત નહીં કરે તેવી સજાની જોગવાઇ છે
Follow us on
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે દાવો કર્યો છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે પ્રકારે પરીક્ષાનું આયોજન કરાયું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બીજી તરફ પેપરલીક બિલમાં જે પણ કાયદાઓનો ઉલ્લેખ છે તે પણ આ પરીક્ષાથી લાગુ થશે. જો કોઇ વ્યક્તિ પેપરલીક કરશે અથવા પેપરલીક કરવાનો પ્રયાસ કરશે તો તેને નવા કાયદા મુજબ સજા કરવામાં આવશે. GPSSB ચેરમેન હસમુખ પટેલે પેપરલીક કરનારાઓને ચીમકી આપી છે કે, આ વખતે જો કોઇ પેપરલીક કરશે તો તેને બક્ષવામાં નહીં આવે. એટલું જ નહિં કોઇપણ વ્યક્તિ પેપરફોડવાની હિંમત નહીં કરે તેવી સજાની જોગવાઇ છે.
હસમુખ પટેલે તમામ જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર રાજ્યમાં સુચારુરૂપે પરીક્ષા લેવાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા.